AAPના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો: જેલમાં લગાવ્યો જનતા દરબાર


- આ વીડિયોમાં તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર પણ સત્યેન્દ્ર જૈન સાથે વાતચીત કરતા નજર આવી રહ્યા છે

નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2022, શનિવાર

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની જેલની અંદરથી વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં તે પોતાના સેલની અંદર કેટલાક લોકો સાથે મુલાકાત અને વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર પણ સત્યેન્દ્ર જૈન સાથે વાતચીત કરતા નજર આવી રહ્યા છે. તેમને આ મહિનાની શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સત્યેન્દ્ર જૈનનો આ નવો વીડિયો દિલ્હી બીજેપી નેતા હરીશ ખુરાનાએ પોતાના ટ્વિટર પર રિલીઝ કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, લો જી પ્રામાણિક મંત્રી જૈનનો નવો વીડિયો. રાત્રે 8:00 વાગ્યે જેલ મંત્રીની કોર્ટમાં જેલ સુપરિન્ટેન્ડેન્ટની હાજરી.

આ અગાઉ પણ તિહાડની અંદર જ એક સગીર પર દુષ્કર્મનો આરોપી પર જૈન દ્વારા મસાજ કરાવતો વીડિયો સામે આવ્યો હતો ત્યારબાદ ભાજપે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીને ઘેરવાનું શરૂ કર્યું હતું. જોકે, ત્યારે AAPએ તેને મસાજને બદલે ફિઝિયોથેરાપી ગણાવી હતી. મની લોન્ડરિંગના આરોપમાં જૈન છેલ્લા પાંચ મહિનાથી ન્યાયિક કસ્ટડીમાં છે.

કથિત વિડિયોમાં જૈન જેલની કોટડીમાં તેમના પલંગ પર સૂતો જોઈ શકાય છે. કેટલાક દસ્તાવેજો વાંચતો હતો અને લોકો સાથે મુલાકાત કરતો ત્યારે તેની પીઠ અને પગની મસાજ કરાવતો હતો. વીડિયોમાં મિનરલ વોટરની બોટલ અને રિમોટ પણ નજર આવી રહ્યા છે. એક વીડિયોમાં તે ખુરશી પર બેસીને હેડ મસાજ કરાવતો નજર આવ્યો હતો.

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે જૈનને કરોડરજ્જુની ઈજાને કારણે ફિઝિયોથેરાપીની સલાહ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ તેમની બીમારીની મજાક ઉડાવી રહ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અગાઉ જામીનની સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈન પર આરોપ લગાવ્યો હતો કે, તેમને જેલની અંદર વિશેષ સુવિધાઓ મળી રહી છે. ત્યારબાદ, આ મહિનાની શરૂઆતમાં તિહાડ જેલના એક અધિક્ષકને જેલમાં જૈનને વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં તેમની કથિત સંડોવણી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે