વડોદરા જિલ્લામાં ભાજપના બંને બળવાખોર ઉમેદવારો એ ફોર્મ ભરવા રેલી કાઢી

વડોદરા,તા.17 નવેમ્બર 2022,ગુરૂવાર

વડોદરા જિલ્લાના ભાજપના બે બળવાખોર નેતાઓએ પક્ષની વિરુદ્ધમાં જે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે રેલી કાઢી છે.

વડોદરા જિલ્લાની કરજણ પાદરા અને વાઘોડિયા સીટ પર ટિકિટ કપાતા ત્રણ પૂર્વ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જેમાં કરજણ સીટના સતીશ નિશાળીયાને મનાવી લેવામાં ભાજપનું સંગઠન સફળ રહ્યું છે.

પાદરા અને વાઘોડિયા સીટ ઉપર ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ નહીં કરી શકાતા પાદરા સીટ પરથી પૂર્વ ધારાસભ્ય દીનું મામા તેમજ વાઘોડિયા સીટ પરથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંને બળવાખોર આગેવાનો એ આજે સવારે 10:30 વાગે અપક્ષ તરીકે ઉમેદવારી કરવા કાર્યકરો સાથે જંગી રેલી કાઢી છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન