કર્મચારીઓએ એવો નિર્ણય લીધો કે મસ્કને ટ્વિટરની ઓફિસો બંધ કરવી પડી


પ્રિટોરિયા, તા. 18 નવેમ્બર 2022 શુક્રવાર

ટ્વીટરના નવા માલિક એલન મસ્કના અલ્ટીમેટમ બાદ સેંકડો ટ્વીટર કર્મચારીઓએ સંકટગ્રસ્ત સોશિયલ મીડિયા કંપનીને છોડી દીધી છે. રિપોર્ટ અનુસાર રાજીનામા બાદ ટ્વીટરની અમુક ઓફિસોને સોમવાર સુધી બંધ કરી દેવાઈ છે.

એક સર્વેમાં 180માંથી 42% લોકોએ 'છોડવાનો વિકલ્પ પસંદ કર્યો'. 25% મતદાન સહભાગીઓએ 'અચકાતા અને અનિચ્છાપૂર્ણ રીતે રહેવા માટે હા ક્લિક કર્યુ'. માત્ર 7% એ 'રહેવા માટે હા ક્લિક કર્યુ અને કહ્યુ, હુ કટ્ટર (હાર્ડકોર) છુ'.  

વધુ વાંચો: મસ્કે નોટિસ આપ્યા વગર ટ્વિટરના વધુ 4400 કર્મચારીઓને હાંકી કાઢ્યા


તાજેતરમાં જ કંપની છોડી ચૂકેલા કર્મચારીએ કહ્યુ, મસ્ક અમુક કર્મચારીઓ સાથે મુલાકાત કરીને તેમને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે એ સ્પષ્ટ નથી કે કેટલા કર્મચારીઓને કંપનીમાં રહેવા માટે પસંદ કરાયા છે. કંપની છોડનારની સંખ્યા અનિચ્છા ઉજાગર કરે છે.

વધુ વાંચો: ટ્વિટર: આખરે શું ઈચ્છી રહ્યા છે એલન મસ્ક?

મસ્કે ટ્વીટરના ટોચના સંચાલન સહિતના પોતાના અડધા કર્મચારીઓને કાઢી મૂકવાની ઉતાવળની સાથે-સાથે કંપનીની કાર્યશૈલીને પણ બદલી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા અધિકારીઓએ કર્મચારીઓને ગુરૂવારે સાંજે ઓફિસમાંથી બહાર કાઢવાનુ શરૂ કરી દીધુ છે. કંપનીએ કર્મચારીઓને માહિતગાર કર્યા કે તે સોમવાર સુધી પોતાની ઓફિસો બંધ કરી દેશે.

વધુ વાંચો: એલન મસ્કનુ Twitter કર્મચારીઓ માટે નવુ ફરમાન: અઠવાડિયામાં 80 કલાક કામ કરવુ પડશે, WFH પણ નહીં

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો