એલોન મસ્કના એલાન બાદ 22 મહિના પછી ટ્રમ્પની ટ્વીટર પર વાપસી


- વર્ષ 2021માં તેમના પર કાયમ માટે ટ્વીટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2022, રવિવાર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે. ટ્વીટરના નવા બોસ એલોન મસ્કના એલાન બાદ ટ્રમ્પની 22 મહિના બાદ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાપસી થઈ છે. આ પહેલા મસ્કે ટ્વીટ કરીને યૂઝર્સને જાણકારી આપી હતી કે, જો લોકોની ઈચ્છા છે કે ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવે તો તેમ થશે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એલોન મસ્કે ટ્વિટર પર એક પોલમાં લોકોને પૂછ્યું હતું કે, શું ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઈએ?

એલોન મસ્કે રવિવારે સવારે લોકોને જાણ કરવા માટે ટ્વિટ કર્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટર પર પાછા આવવાની અનુમતિ આપવામાં આવી છે. મસ્કના એલાન બાદ તરત જ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ હવે ટ્વીટર પર દેખાઈ રહ્યા છે. મસ્કે આ પાછળ તેમના તાજેતરના એક પોલનો પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે 15 કરોડ લોકોની ઈચ્છા છે તો તેવું જ થશે. મસ્કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિના અકાઉન્ટ વિશે ટ્વિટ કર્યુ કે, લોકોએ વાત કરી છે કે, ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવે.

વધુ વાંચો: ટ્રમ્પને ટ્વીટર ઉપર પાછા લાવવા કે નહિ તેના માટે એલોન મસ્કે પોલ શરૂ કર્યો


ઉશ્કેરણીજનક ટ્વીટને લઈને એક્શન લેવામાં આવ્યું હતું

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના જૂના માલિકોએ ડોનાલ્ડ ટ્રમ્પ પર અનિચ્છનીય સામગ્રી વિશે ટ્વિટ કર્યા બાદ કાર્યવાહી કરી હતી. વર્ષ 2021માં તેમના પર કાયમ માટે ટ્વીટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો