ભારતમાં વાઘની સંખ્યા 33 ટકા વધી 3000 થઇ


3 વાઘ અભયારણ્યમાં વાઘની વસતી ઝીરો!

'એક થા ટાઈગરમાંથી આજે સ્થિતિ ટાઈગર ઝિંદા હે સુધી પહોંચી છે' : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, તા. 29 જુલાઇ, 2019, સોમવાર

29મી જુલાઈએ ઈન્ટરનેશનલ ટાઈગર ડે નિમિત્તે ભારતમાં વાઘની વસતીના આંકડા જાહેર થયા હતા. એ પ્રમાણે દેશમાં વાઘની વસતી વધીને 2977 થઈ છે. આ વસતીનો અંદાજ 2018નો છે. આ આંકડો ફિક્સ નથી, પરંતુ ભારતમાં મહત્તમ 3346, જ્યારે લઘુતમ 2603 વાઘ હોઈ શકે. તેના આધારે 3 હજાર વાઘનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

આ પહેલા 2014માં વાઘની વસતીના આંક જાહેર થયા હતા. ત્યારે દેશમાં 2226 વાઘ નોંધાયા હતા. એટલે આ ચાર વર્ષના ગાળામાં વાઘની વસતી અંદાજે 33 ટકા જેટલી વધી છે. 

અત્યારેદુનિયાના જંગલોમાં જેટલા વાઘ છે, તેમાંથી અડધાથી વધારે ભારતમાં છે. સામાન્ય રીતે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવતા હોય છે.

આ વખતના આંકડા પરથી રાષ્ટ્રીય પ્રાણીનું રાજ-પાટ વિસ્તર્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. વડા પ્રધાને 'સ્ટેટસ ઓફ ટાઈગર્સ કો-પ્રિડેટર્સ એન્ડ પ્રે ઈન ઈન્ડિયા-2018'રિપોર્ટ હેઠળ આ આંકડા જાહેર કરતાં કહ્યું હતું કે વસતી વધારો દર્શાવે છે કે હવે ભારત વાઘ માટે સૌથી સલામત જગ્યા છે. 

થોડા વર્ષો પહેલા વાઘની સતત હત્યા માટે ભારતના જંગલો બદનામ થયા હતા. આજે પણ વાઘની હત્યા થાય છે, પરંતુ હત્યાનું પ્રમાણ ઓછુ થયું છે. જેમ કે 2012થી 2017 વચ્ચે જ દેશમાં 657 વાઘની હત્યા-મોત થયા હતા. એમાંથી સૌથી વધુ 141 વાઘ મધ્યપ્રદેશે ગુમાવ્યા હતા. પરંતુ સરવાળે વાઘ સંરક્ષણની સ્થિતિ વધારે મજબૂત થઈ છે. માટે વાઘની વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેમણે કહ્યું હતું કે 'એક સમયે એક થા ટાઈગર જેવી સ્થિતિ હતી જે હવે સુધરીને ટાઈગર ઝિંદાહેની કક્ષાએ પહોંચી છે'. એ રીતે વાઘની વસતીનો વધારો તેમણે હિન્દી ફિલ્મોના બે ટાઈટલ સાથે સાંકળી લીધો હતો. આ ગણતરી મુજબ છત્તીશગઢ અને મિઝોરમને બાદ કરતા જ્યાં જ્યાં વાઘ છે એ બધા રાજ્યોમાં વસતી વધી છે. 

વડાપ્રધાને કહ્યું હતુ કે નવ વર્ષ પહેલા સેન્ટ પિટ્સબર્ગની બેઠકમાં વૈશ્વિક પર્યાવરણ નિષ્ણાતોએ વાઘની વસતી 2022 સુધીમાં બમણી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતે એ કલ્પના ચાર વર્ષ વહેલી વાસ્તવિકતામાં ફેરવી દેખાડી છે. 2006માં ભારતમાં વાઘની વસતી માત્ર 1411 રહી હતી. એ વખતે વાઘની સ્થિતિ બહુ ચિંતાનો વિષય હતી. આજે ભારતમાં વાઘની વસતી ડબલથી વધી ગઈ છે. 

ગણતરીનું સમગ્ર કામકાજ 'નેશનલ ટાઈગર કર્નઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)'ના હાથમાં હતું. હાલ દેશમાં લગભગ 50 જેટલા જંગલ છે, જેને ટાઈગર માટે નેશનલ પાર્ક કે અભયારણ્ય જાહેર કરાયા છે. આ ગણતરી દ્વારા ખબર પડી હતી કે પશ્ચિમ બંગાળનું બક્ષા, ઝારખંડનું પાલામુ અને મિઝોરમનું ડમ્પા ટાઈગર રિઝર્વ સાવ ખાલી છે, એટલે કે એમાં એક પણ વાઘ નોંધાયા નથી. 

બીજી તરફ તમિલનાડુના સત્યમંગલા ટાઈગર રિઝર્વએ ચાર વર્ષમાં સૌથી વધુ સારી રીતે વાઘ સંરક્ષણ કરી દેખાડયુ હતું, માટે તેને બેસ્ટ રિઝર્વનો ખિતાબ અપાયોહતો.  મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 526 વાઘ નોંધાયા છે, જ્યારે 2014માં છત્તીશગઢમાં 46 વાઘ હતા એ ઘટીને 19 થયા છે. એ રીતે આંધ્ર પ્રદેશની વાઘ સંખ્યા ચાર વર્ષમાં 68થી ઘટીને 48 થઈ છે. ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની દર ચાર વર્ષે વસતી ગણતરી થાય છે.

છેલ્લી ગણતરી વખતે વિવિધ 141 સાઈટ પર 26,760 કેમેરા ટ્રેપ વપરાયા હતા. તેના દ્વારા કુલ મળીને 3,50,000 તસવીરો લેવાઈ હતી. કુલ મળીને 3,81,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વન અધિકારીઓ ફરી વળ્યા હતા.જેના આધારે ચોકસાઈપૂર્વકની ગણતરી કરવામાં આવી છે. તો પણ આ ગણતરી એ અંદાજ છે, કેમ કે કોઈ પણ વન્યપ્રાણીની વસતીનો ચોક્કસ આંક આપવો બહુ મુશ્કેલ છે.

વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સંશોધકોની સ્પષ્ટતા

વાઘની ગણતરી માટે એમ-સ્ટ્રીપ્સ એપનો ઉપયોગ થયો હતો 

મોનિટરિંગ એપથી વાઘના આંકડા મેળવવામાં અને તેનું એકત્રિકરણ કરવામાં મદદ મળતી હતી

(પીટીઆઈ)   નવી દિલ્હી, તા. 29 જુલાઇ, 2019, સોમવાર

વાઘની સંખ્યાના ડેટા મેળવવા માટે મોબાઈલ એપ્લિકેશન એમ-સ્ટ્રીપ્સની મદદ લેવામાં આવી હોવાનંવ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના વિજ્ઞાાનિકોએ કહ્યું હતું. વન્ય અને પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવતી સંસૃથા વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના વિજ્ઞાાની વાય.વી. ઝાએ જણાવ્યું હતું કે વાઘને લગતા આંકડા મેળવવામાં અને તેનું એકત્રિકરણ કરવામાં મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઈગર્સ ઈન્ટેન્સિવ પ્રોટેક્શન એન્ડ ઈકોલોજીકલ સ્ટેટ્સ (એમ-સ્ટ્રીપ્સ) નામની મોબાઈલ એપનો ઉપયોગ કરાયો હતો.

આ એપના કારણે ડેટા મેળવવામાં અને તેનું વર્ગીકરણ કરવામાં સરળતા રહી હતી. વિજ્ઞાાનીના જણાવ્યા પ્રમાણે આ એપ પર્યાવરણ વિભાગના અિધકારીઓની હલચલનો રેકોર્ડ રાખતી હતી અને એમાં ટાઈગરની હાજરી દર્જ થતી રહેતી હતી. આ એપ ફોરેસ્ટ ગાર્ડ્સ માટે બનાવવામાં આવી છે. તેમાં વાઈલ્ડલાઈફ ક્રાઈમથી લઈને વાઘ સહિતના સજીવોની હાજરી નોંધાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો