વડોદરા પર હવે વિશ્વામિત્રીના પૂરનો ખતરો, 34 ફૂટે સપાટી પહોંચતા તમામ બ્રિજ બંધ, આજવા 213 ફૂટે

વડોદરા, તા. 1. ઓગસ્ટ 2019 ગુરુવાર

બુધવારે 18 ઈંચ વરસાદે વડોદરાને ઘમરોળ્યા બાદ હવે વડોદરા પર વિશ્વામિત્રીના પૂરનો ખતરો સર્જાયો છે.

18 ઈંચ વરસાદ તેમજ આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે બુધવારે રાતે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ પાણી વિશ્વામિત્રીમાં આવતા વિશ્વામિત્રીની સપાટીમાં ઝડપથી વધારો થવા માંડ્યો હતો.

આજે સવારે વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટ પર પહોંચ્યા બાદ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે.

આજે સવારે 10 વાગ્યે વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટ નોંધાઈ હતી. બીજી તરફ આજવાની સપાટી 213 પર હોવાથી આજવાના 62 દરવાજામાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનુ ચાલુ જ છે. જેના કારણે વિશ્વામિત્રની સપાટીમાં હજી પણ વધારો થઈ શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો