ઉન્નાવ ગેંગરેપ પીડિતાના અકસ્માત કેસમાં ભાજપના ધારાસભ્ય સામે હત્યાનો ગુનો દાખલ


ડીજીપીએ ભાજપના ધારાસભ્યનો આડકતરો બચાવ કરતા હોબાળો

ઉત્તર પ્રદેશ સરકાર ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માત મુદ્દે સીબીઆઈ તપાસ માટે તૈયાર છે : ડીજીપી

માર્ગ અકસ્માતના બહાને આખા પરિવારનો સફાયો કરવાનું ષડયંત્ર રચાયું હતું : પીડિતાની માતાનો ગંભીર આરોપ

(પીટીઆઈ) લખનઉ, તા. 29 જુલાઇ, 2019, સોમવાર

ઉન્નાવ ગેંગરેપ પીડિતાની કારને અકસ્માત નડયો હતો અને તેમાં પીડિતાના પરિવારના બે સભ્યોના મોત થયા હતા. પીડિતા અને તેના વકીલની હાલત ખૂબ જ નાજુક હતી. એ દરમિયાન પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે આ અકસ્માત ન હતો, પરંતુ આખા પરિવારને ખતમ કરી નાખવાનું ષડયંત્ર ઘડાયું હતું.

રાયબરેલી નજીકના ઉન્નાવમાં ગેંગરેપના કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર આરોપી છે. પીડિતાએ ધારાસભ્ય સહિતના આરોપીઓ ઉપર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો તે પછી આ મામલે પીડિતાને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન પીડિતાની કારને રાયબરેલી નજીક માર્ગ અકસ્માત નડયો હતો.

કારને ટ્રકની ગમખ્વાર ટક્કર લાગી હતી. બેના તો ઘટના સૃથળે જ મોત થયું હતુ.ં પીડિતા સહિત બેને સૃથાનિક લોકોએ બહાર કાઢીને હોસ્ટિપલ પહોંચાડયા હતા. ટ્રક ડ્રાઈવર નાસી ગયો હતો. અકસ્માતમાં પીડિતાની માસી અને કાકીના મોત થયા હતા અને પીડિતા તેમ જ વકીલ ગંભીર હાલતમાં લખનઉની હોસ્પિટલમાં દાખલ છે. પીડિતાની માતાએ એ બંનેને સારવાર માટે દિલ્હી ખસેડવાની પણ માગણી કરી હતી.

પીડિતાના પરિવારે આ મુદ્દે આરોપી ધારાસભ્ય ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો.પીડિતાની માતાએ કહ્યું હતું કે પીડિતા સહિતના આખા પરિવારને માર્ગ અકસ્માતના બહાને સફાયો કરવાનું ષડયંત્ર રચાયું હતું. પીડિતાની માતાએ તપાસની માગણી કરી હતી અને સૃથાનિક પોલીસતંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. આરોપીઓના સગાઓ વારંવાર ધમકી આપતા હતા એવો આરોપ પણ પીડિતાની માતાએ મૂક્યો હતો

શરૂઆતમાં ડીજીપી ઓપી સિંહે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ આ માર્ગ એક માર્ગ અકસ્માત હોય એવું જ લાગી રહ્યું છે, પણ જો પીડિતાનો પરિવાર માગણી કરશે તો ઉત્તર પ્રદેશ સરકાર આ મુદ્દે સીબીઆઈ તપાસ માટે ય તૈયાર છે. જીડીપીએ આ દુર્ઘટનાને માર્ગ અકસ્માત ગણાવી દેતા વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. ડીજીપીએ સરકારના ઈશારે ધારાસભ્યનું તરફેણ કરી હોય એવું ચિત્ર ઉપસ્યું હતું.

ભારે હોબાળો થયા પછી ઉત્તર પ્રદેશ પોલીસે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સહિત નવ આરોપીઓ વિરૂદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો ગુનો દાખલ કર્યો હતો. ઉન્નાવ ગેંગરેપ પીડિતાને પોલીસ પ્રોટેક્શન અપાયું હોવા છતાં આવી સિૃથતિ સર્જાઈ તે મુદ્દો પણ ડીજીપી સમક્ષ ઉપસિૃથત થયો હતો. ડીજીપીએ કહ્યું હતું કે પીડિતાની સુરક્ષા માટે 10 ગાર્ડ્સ તૈનાત કરાયા છે. સાત ગાર્ડ્સ ઘરની સુરક્ષા કરે છે અને ત્રણ ગાર્ડ્સ તેની સાથે રહેતા હતા. પરંતુ દુર્ઘટના વખતે એક પણ ગાર્ડ હાજર ન હતા.

કારણ કે પીડિતાની કારમાં જગ્યા ન હોવાથી તેણે ગાર્ડને સાથે લીધો ન હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે જરૂર પડશે તો પોલીસ જવાનોની મદદ મેળવશે. ભારે લોકરોષ પછી સરકારે જાહેરાત કરી હતી કે પીડિતા અને તેના વકીલની સારવારનો ખર્ચ પણ સરકાર ઉપાડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે