દિલ્હીની વાત:યોગીને જવાબ આપવો પડશે
યોગીને જવાબ આપવો પડશે
નવી દિલ્હી,તા. 31 જુલાઈ 2019, બુધવાર
ઉન્નાવ રેપ પીડિતા જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી છે ત્યારે દરરોજ અકસ્માતની નવી નવી વાતો બહાર આવે છે. સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે આ કેસની સુનાવણી થશે. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર અને ભાજપના એક નેતાના પુત્રનું નામ એફઆઇઆરમઇં સામેલ છે. પરંતુ હજુ કેટલાય એવા સવાલ છે જેના જવાબ મળતા નથી.ઉત્તર પ્રદેશમાં થયેલા બળાત્કાર પછી અનેક વાલીઓ તેમની પુત્રીઓની સુરક્ષા અંગે ચિંતિત થયા છે. કાળા મરી અને નાના ચાકુના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. મહિલાઓ પોતાની સુરક્ષા માટે આને ખરીદી રહ્યા છે. માત્ર ૯૦ દિવસમાં અલીગઢ, આગ્રા અને મથુરામાંથી રેપના ૧૨૯ ઉપરાંત કેસ નોંધાયા હતા. તાજેતરમાં ઇટામાં બળાત્કાર અને હત્યાના બે કેસ બહાર આવ્યા હતા. હવે જોવાનું એ છે કે યોગી સરકાર રાજ્યમાં વધાતા જતા અપરાધો અંગે કેવા જવાબો આપે છે.
આરએસએસની સૈનિક શાળાના કારણે વિવાદ
સંઘ પરિવરની શૈક્ષણિક પાંખ વિદ્યા ભારતી પહેલી જ વાર સેના જેવી શાળાઓ શરૂ કરવા વિચારી રહી છે. રજુજ ભૈયાના નામે તેઓ આ શાળાઓ ખોલશે. રજ્જુ ભૈયા ૧૯૨૨માં જ્યાં જન્મ્યા હતા તે બુલંદશહેરમાં પ્રથમ શાળા શરૂ કરાશે. શાળામાં સૈનિકોને અપાતી તાલીમ અપાશે જે તેમને ભારતીય સેનામાં નોકરી અપાવશે. પરંતુ સપાના નેતા અખિલેશ યાદવે આ શાળા સામે સવાલો ઊભા કર્યા હતા. શા માટે આવી શાળા શરૂ કરવાની તેમને જરૂર ઊભી થઇ, એમ તેમણે પૂછ્યું હતું. તેમણે ભય વ્યક્ત કર્યો હતો કે શા માટે આવી શાળા શરૂ કરવાની જરૂર ઊભી થઇ. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે ત્યાં બાળકોને મોબ લીંચીગ અને કોમી સદભાવનાને કેવી રીતે ખલાસ કરવી તેના પાઠ ભણાવાવમાં આવશે. પરંતુ સંઘના ઇન્દ્રેશ કુમાર કહે છે કે આવી શાળાઓ બાળકોમાં રાષ્ટ્રવાદનો જુસ્સો ભરશે.
કોંગ્રેસની મુઝવણ ચાલુ જ છે
કોંગ્રેસના સૂત્રો અનુસાર પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ બનાવા ઇનકાર કરી દીધો હતો. દરમિયાન વરિષ્ઠ નેતા મોતીલાલા વોરા સંભવિત નામો દર્શાવતા કવરોના ઢગલા પર બેઠા છે અને કંઇ ફોડ પાડતા નથી.
પરિણામે સોનિયા ગાંધી સંસદમાં હાજરી વધારી દીધી હતી. બજેટ સત્રમાં તેણે ખૂબ જ મહત્તવના સવાલો ઉઠાવ્યા હતા અને અન્ય વિરોધ પક્ષો સાથે મળી વ્યુહરચના પણ ઘડી હતી. ગયા સપ્તાહે તેમણે રાજ્યસભાના સભ્યોની એક એરજન્ટ બેઠક પણ બોલાવી હતી અને ગૃહની વ્યપહરચના નક્કી કરી હતી. એજ સપ્તાહે તેઓ અંમેરિન પ્રમુખ અંગે બોલી રહેલા પ્રવકતા મનીષ તિવારીની મદેદે પણ આવ્યા હતા.
- ઇન્દર સાહની
Comments
Post a Comment