ઉન્નાવ રેપ પીડિતા કેસ, ભાજપી ઘારાસભ્યનું કુટુંબ ફરાર થયું

નવી દિલ્હી, તા. 29 જુલાઇ 2019, સોમવાર

ઉન્નાવ રેપ કાંડની પીડિતાની કારને નડેલા કહેવાતા અકસ્માત પછી રેપ કાંડના આરોપી ભાજપી ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરનો પરિવાર ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. રેપ પીડિતા હૉસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી હતી. 

રેપ પીડિતાની માતાએ મિડિયા સમક્ષ ખુલ્લંખુલ્લા આક્ષેપ કર્યો હતો કે  આ અકસ્માત સેંગરે કરાવ્યો હતો. એ લગભગ રોજ અમને જોઇ લેવાની ધમકી આપતો હતો. સોમવારે સવારે પીડિતાની માતાએ મિડિયાને કહ્યુ્ં હતું કે હૉસ્પિટલની બહાર સેંગરના ગુંડાઓ આંટા મારી રહ્યા છે. સેંગર જેલમાં બેઠો બેઠો મોબાઇલ ફોન  વડે ધાર્યું કરી રહ્યો છે. તમે જલદીથી પીડિતાના કાકાને બોલાવો. અમારી પાસે વધુ સમય નથી

દરમિયાન, રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષા સ્વાતિ દેવી પહોંચી ગયાં હતાં. તેમજ કોંગ્રેસના સિનિયર નેતા પ્રિયંકા ગાંધીએ મિડિયા સમક્ષ પૂછ્યું હતું કે સેંગર હજુ ભાજપના સભ્ય કઇ રીતે છે. પક્ષ એમની સામે પગલાં કેમ લેતો નથી. 

રસપ્રદ વાત એ છે કે પોતાના ગામની અન્ય એક યુવતી પર રેપ કરવા બદલ સેંગર જેલમાં છે. એ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. પીડિતાના કાકાને ભળતા કેસમાં સંડોવીને જેલ ભેગા કરી દીધા હતા. એ રાયબરેલીની જેલમાં છે. જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહેલી પીડિતાના પિતાને સેંગરના ભાઇએ ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. જેલમાં એનું મરણ થયું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે