વડોદરાઃ દૂધ-શાકભાજીની અછત, તમામ પેટ્રોલ પંપો પણ બંધ

વડોદરા, તા. 1 ઓગસ્ટ 2019 ગુરુવાર 

વડોદરામાં બુધવારે 18 ઈંચ વરસાદ અને એ પછી વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ વચ્ચે જીવન જરૂરિયાતની ચીજો માટે લોકો ફાંફા મારી રહ્યા છે.

વડોદરામાં દુધનો પુરવઠો મોટા ભાગના વિસ્તારોમાં પહોંચ્યો નથી. જે થોડા ઘણા વિસ્તારોમાં દૂધ મળતુ હતુ ત્યાં દૂધ લેવા માટે લોકોની પડાપડી અને ધક્કામુક્કી જોવા મળી હતી. શાકભાજી માટે પણ લોકોને ટળવળવુ પડ્યુ છે જ્યાં શાકભાજી મળી રહ્યા છે ત્યાં પણ બમણા અને ત્રણ ગણો ભાવ લેવાઈ રહ્યો છે.

વડોદરા શહેરમાં તમામ પેટ્રોલ પંપો પણ બંધ હોવાથી વડોદરામાં લોકો માટે પેટ્રોલની અછત સર્જાઈ છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો