દિલ્હીની વાત : અંતે ભાજપે સેંગર સામે પગલા ભર્યા


નવી દિલ્હી,તા.૩૦ જુલાઈ 2019, મંગળવાર

ઉન્નાવના ભાજપના ધારાસભ્ય અને સગીરા પર બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સામે કાર્યવાહી કરવાનો ચારે તરફથી પ્રહારનો સામનો કર્યા પછી અંતે ભાજપ તેની સામે કાર્યવાહી કરી હતી. રવિવારે જે કારમાં બેસીને પીડિતા મુસાફરી કરી રહી હતી તેના પર ટ્રક ચઢાવી  પીડિતાના સંબધીઓની હત્યાનો પણ તેની સામે આરોપ મૂકાયો હતો.ભાજપે છેલ્લા બે વર્ષમાં તેની સામે પગલાં ભરવાની માંગણીઓને ફગાવી હતી. દરમિયાન  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાયકે કહ્યું હતું કે માત્ર એક ઘટનાના કારણે રાજ્યને બદનામ કરવો એ યોગ્ય નથી.ઉત્તર પ્રદેશમાં સંગઠીત ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

પ્રિંયકાને પ્રમુખ બનાવવાની માગ

 પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની ચારે તરફથી માગ ઉઠી રહી છે. પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દરે સિંહે પણ પ્રિયંકાની તરફેણ કરી હતી. તેમ છતાં રાહુલ ગાંધીની જગ્યાએ કોણ એ સવાલ પર કોંગ્રેસીઓમાં મતમતાંતર છે. નવી પેઢીના નેતાઓ કહે છે કે પસંદગીનો મુદ્દો ખબહ જ સરળ છે.'કોઇ પણ જાતની છબી વગર આવનાર નેતાને આગળ રજૂ કરી શું કોંગ્રેસ જાહેર ટીકાઓનો જવાબ આપી શકશે?યુવા નેતૃત્વ રાહુલ ગાંધીની નજીક છે. તો બીજી તરફ કોઇ પીઢ અનુભવીની પસંદગીને પણ ક્ષેત્રિય નેતાઓ સમર્થન આપી રહ્યા છે જેઓ માને છે કે કોઇ સ્વતંત્ર વ્યક્તિ રાજ્ય એકમોને કામ કરવાની ખુલ્લી છુટ આપશે.પરંતુ ૨૫ મેના રોજ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું ત્યાર થી કોંગ્રેસ હજુ પણ સુકાન વગરનું વહાણ છે. કોંગ્રેસ કારોબારી સમિતિએ પણ  રાહુલના અનુગામીને પસંદ કરવા માટે કોઇ જ બેઠક બોલાવી નથી.

ગ્રામીણો હજુ પણ ખુલ્લામાં શૌચ કરે છે

 દેશના ગ્રામીણ વિસ્તારના ૨૩ ટકા લોકો  ઘરે શૌચાલય હોવા છતાં આજે પણ ખુલ્લામાં શૌચ ક્રિયાને પસંદ કરે છે.સરકારના સ્વચ્છ ભારત અભિયાનના સર્વેમાં  આ વાત જાણવા મળી હતી. ભારતની કુલ વસ્તીના ૪૩ ટકા લોકો જેઓ બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં રહે છે તેઓ આજે પણ ખુલ્લામાં શૌચ ક્રિયાને પસંદ કરે છે.આની પાછળ તેમના સાંસ્કૃત્તિક અને અન્ય કારણો જવાબદાર હોય છે, એમ સર્વેમાં જાણવા મળ્યું હતું.

ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે