જસ્ટિસ એસ.એન. શુક્લા સામે CBIની તપાસ થશે, CJIએ પરવાનગી આપી
નવી દિલ્હી, તા.31 જુલાઇ 2019, બુધવાર
અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ એસ.એન.શુક્લા સામે CBIની તપાસ યોજવાની પરવાનગી દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ આપી હતી.
MBBSમાં એડમિશનના એક મુદ્દામાં કોઇ ખાનગી મેડિકલ કૉલેજને લાભ થાય એવું કરવાનો તેમના પર આક્ષેપ છે. CBIએ આ કેસમાં જસ્ટિસ શુક્લા સામે તપાસ કરવા માટે ચીફ જસ્ટિસની પરવાનગી માગી હતી.
જસ્ટિસ શુક્લાએ એક પ્રાઇવેટ મેડિકલ કૉલેજમાં નોમિનેશની તારીખ લંબાવીને કૉલેજને લાભ કરાવ્યો હતો એવો તેમની સામે આક્ષેપ હતો. ગયા વરસે જસ્ટિસ દીપક મિશ્રાએ પણ કેન્દ્ર સરકારને જસ્ટિસ શુક્લાને પદચ્યુત કરવાની માગણી કરી હતી. આ વરસે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જસ્ટિસ શુક્લાને પદભ્રષ્ટ કરવાની વિનંતી કરી હતી.
2017માં ઉત્તર પ્રદેશ સરકારના એેડવોકેટ જનરલ રાઘવેન્દ્ર સિંઘે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જસ્ટિસ શુક્લાના આદેશ અંગે નારાજી વ્યક્ત કરી હતી. એ સમયના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પી કે જયસ્વાલની ઇનહાઉસ કમિટિ દ્વારા જસ્ટિસ શુક્લાના કેસની તપાસ કરાવી હતી. સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જસ્ટિસ શુક્લા સામે કામ ચલાવી શકાય એવા પૂરતા પુરાવા છે. તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે.
Comments
Post a Comment