ઇઝરાયેલમાં ભારતના વડા પ્રધાનના નામે ચૂંટણી પ્રચાર થાય છે

જેરુસલેમ, તા. 29 જુલાઇ 2019, સોમવાર

ઇઝરાયેલના વડા પ્રધાન બેંજામીન નેતન્યાહુએ દેશની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી અને એમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ભારત, અમેરિકા અને રશિયાના નેતાઓ સાથેના પોતાના ફોટોગ્રાફનો નેતન્યાહુ પ્રચારમાં ઉપયોગ કરી રહ્યા હતા.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન સાથેના પોતાના ફોટોગ્રાફ્સ રજૂ કરીને નેતન્યાહુએ પોતાની સરકારની વિદેશ નીતિ કેટલી બધી સફળ થઇ છે એવો દાવો કર્યો હતો.

એથી પણ આગળ વધીને નેતન્યાહુએ આ નેતાઓ સાથેનો વિડિયો પણ રિલિઝ કર્યો હતો જેમાં પોતે કેવી ઉષ્માથી વિશ્વનેતાઓને મળી રહ્યા છે એનો ઉલ્લેખ સ્પષ્ટ દેખાઇ આવતો હતો. આ વિડિયો જુદા જુદા કાર્યક્રમોનો છે. તેમણે આ વિડિયો સોશ્યલ મિડિયા પર પણ રિલિઝ કર્યો હતો.

અત્રે એ યાદ રહે  કે આ વર્ષના એપ્રિલમાં ઇઝરાયેલમાં ચૂંટણી થઇ હતી જેમાં નેતન્યાહુના પક્ષને વિજય મળ્યો હતો પરંતુ બહુમતી મળી નહોતી. તેઓ અન્ય પક્ષો સાથે સહયોગ કરીને પણ સરકાર રચી શક્યા નહોતા. હવે ફરી સપ્ટેંબરમાં રાષ્ટ્રીય ચૂંટણી થવાની છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો