દિલ્હીની વાત : ભાજપની મુંઝવણ મની પાવર કે મસલ પાવર


નવી દિલ્હી,તા.29 જુલાઈ 2019, સોમવાર

મધ્ય પ્રદેશમાં ભાજપના ધારાસભ્યે આકાશ વિજયવર્ગીયે  અધિકારીઓ પર બેટથી હુમલો કરતાં તેના મોટા સમાચાર બન્યા હતા અને વડા પ્રધાન મોદીએ તાજેતરમાં  મની પોવર અને મસલ વાપર વિરૂધ્ધ નિવેદન આપયું હતું. દોષિત પદાધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં ભરવામાં ભાજપની  નિષ્ફળતાથી ખૂબ પક્ષના જ લોકો આંગળી ઉઠાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય અને ઉન્નાવના બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સામે કોઇ જ પગલાં લેવાયા નથી.

તાજેતરમાં ઉન્નાવની બળાત્કારની પીડિતાના બને આક્ષેપ કર્યો હતો કે અમારી કારનો અકસ્માત એણે જ કરાવ્યો હતો. આ બાબત ભાજપના મની પાવર અને મની પાવરની સંસ્કૃત્તિ દર્શાવે છે. સેંગરની છાપ પહેલાં પણ ભ્રષ્ટાચારીની જ હતી અને ભાજપમાં એને પ્રવેશ અપાયો ત્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો.તેનો પરિવાર ગુન્ડાઓના પરિવાર છે, એમ ભાજપના લોકોએ કહ્યું હતું.છતાં ભાજપના ટોચના નેતાઓએ તેને ભાજપમાં આવકાર્યો હતો. આમ ભાજપમાં મની પાવર અને મસલ પાવરની બોલબાલા દેખાય છે.

સંઘ પરિવારનો ભાજપ પર દબાણ

 બે મુદ્દાઓ પર સંઘ પરિવાર ભાજપ પર દબાણ કરે છે. એક તો સોવરિન બોન્ડ અને બીજું,માનવ સંસાધાન વિકાસ અને સાંસ્કૃત્તિક બાબતોના મંત્રાલયનું એકીકરણ.સંઘ ઇચ્છે છે કે ભાજપ આ બે મુદ્દે ફરી વિચાર કરે. સરકાર વિદેશી બોન્ડ વેચીને પૈસા ઊભા કરવા ઇચ્છે છે. પાંચમી  જુલાઇના રોજ નનાણા મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આની જાહેરાત કરી હતી. તો બીજી તરફ,સંઘ પરિવાર શિક્ષણ મંત્રાલય બનાવવું જોઇએ.

પચાસ ટકા સભ્યો વધારવા ભાજપનો આદેશ

 ભાજપે તેના પ્રદેશ એકમોને ઓછામાં ઓછી પચાસ ટકા સંખ્યા વધારવા આદેશ કર્યો હતો. જો આવું થાય તો ભાજપની સભ્ય સંખ્યા ૧૭ કરોડ પર પહોંચી જશે, એમ આ બાબત જાણતા નેતાએ કહ્યું હતું. 

ભાજપને મુસ્લિમોની યાદ આવી

ભાજપની મુંઝવણ એ છે કે તેને મુસ્લિમ સમુદાય સુધી જવું છે, પણ તેઓ જઇ શકતા નથી.તેમણે મુસ્લિમ મહિલાઓને લક્ષ્ય બનાવવા પેંતરા રચ્યા હતા. ઉત્તર પ્રદેશમાં તેઓ ટ્રિપલ તલાકના મુદ્દે મહિલાઓને સમજાવવા પ્રયાસ કરશે. પ્રદેશના એક નેતા આ માટે આખા પ્રદેશનો પ્રવાસ કરશે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે