જયપુર: જે કે લોન હોસ્પિટલમાં આગ લાગી, 25 બાળકો રેસ્ક્યુ કરાયા

જયપુર, તા. 29 જુલાઈ 2019 સોમવાર

રાજસ્થાનની રાજધાની જયપુરના જેકે લોન હોસ્પિટલમાં રવિવારે મોડી રાતે શૉર્ટ સર્કિટના કારણે ICU વૉર્ડમાં આગ લાગી. આ દરમિયાન વૉર્ડમાં દાખલ બાળકોને ગૂંગળામણના કારણે શ્વાસ રૂંધાવા લાગ્યો.

હોસ્પિટલના ICU વોર્ડમાં 25 બાળકો હાજર હતા. ઘટના દરમિયાન વોર્ડમાં હાજર તમામ બાળકોને ત્રીજા માળે આવેલ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા. જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર જેકે લોન હોસ્પિટલના પ્રથમ માળે આવેલ ICU વોર્ડમાં આવેલ એક રૂમમાં શોર્ટ સર્કિટ થયુ હતુ. આ દરમિયાન વોર્ડમાં ધૂમાડો થવા લાગ્યો અને તમામ બાળકોને પહેલા શિફ્ટ કરવામાં આવ્યા. ઘટનાની જાણકારી બાદ જયપુરના ચીફ ફાયર ઑફિસર ઘટના સ્થળે પહોંચ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે