પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીનું નિધન
નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2019 રવિવાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીનું નિધન થયુ છે. શનિવારે રાતે તેમની તબિયત લથડતા તેમને હૈદરાબાદના એઆઈજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની હાલત વધારે ખરાબ થતા તેમણે મોડી રાતે 2:30 વાગે અંતિમ શ્વાસ લીધા. તેઓ કેટલાક દિવસોથી બીમાર હતા. તેમની ઉંમર 77 વર્ષ હતી.
કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીનો જન્મ 16 જાન્યુઆરી 1942એ હૈદરાબાદના મદગુલમાં થયો હતો. હવે આ તેલંગાણા રાજ્ય અંતર્ગત આવે છે. તેમના લગ્ન 7 મે 1960એ લક્ષ્મી સાથે થયા હતા. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. જયપાલ રેડ્ડીનો તેલગુ રાજકારણમાં મહત્વનો હોદ્દો હતો. તેઓ 4 વાર ધારાસભ્ય અને 5 વાર સાંસદ રહી ચૂક્યા છે.
Comments
Post a Comment