અનાજ કરતાં માંસ ઉત્પાદનમાં 20 ગણું વધુ પાણી વપરાય છે

સાઉથ આફ્રીકાના કેપ ટાઉનની વસ્તી ૪૫ લાખ છે. ત્યાં પાણીની અછત ઉભી થઇ હતી. વ્યક્તિ દીઠ નાહવા, ધોવા અને રસોઇ વગેરે કામ માટે રોજનું ૫૦ લીટર પાણી વાપરવાનો આદેશ અપાયો હતો
સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે પાણીની અછતના કારણે ૨૦૩૦ સુધીમાં ૭૦૦ મિલિયન લોકો એ હિજરત કરવી પડશેઃ પાણીની અછતમાં ભારતનુંં સૌેથી પહેલું શહેર હૈદ્રાબાદ આવશે એમ લાગે છે
પૃથ્વીનું વાતાવરણ વધુ ને વધુ ગરમ થઇ રહ્યું છે. તાજા પાણીનો વપરાશ અને પાણીની ઉપલબ્ધી એમ બંને વચ્ચેનો ગેપ વધતો જાય છે. આવી ગંભીર સ્થિતિ જાણતા હોવા છતાં આપણે સૌ રોજ અબજો લીટર પાણી વેડફીએ છીએ. મીટ ઉદ્યોગમાં પાણી સૌથી વધુ વેડફાય છે. બીફ બનાવવા તેમજ પોટ્રી ઉદ્યોગમાં કેટલું પાણી વપરાય છે તેના આંકડા પર નજર નાખશો તો ખ્યાલ આવશે કે અહીં પાણી આડે ધડ વપરાય છે. આપણે પોર્કની (ડુક્કરનું મંાસ) વાત કરીએ તો ડુક્કરને પીવા તેમજ તેને રમવા માટે ઘણું પાણી જોઇએ છે.
ડુક્કરનું એક કિલો માંસ મેળવવા વૈશ્વિક સ્તરે એવરેજ ૫,૯૮૮ લીટર પાણી વપરાય છે. તમારી પ્લેટમાં જ્યારે એક કિલો ડુક્કરનું માંસ પીરસાય ત્યારે યાદ રાખવું કે તેની પાછળ ૫,૯૮૮ લીટર પાણી વપરાયું છે. અનાજના ઉત્પાદન સાથે તેની સરખામણી કરીએ તો ડુક્કરના માંસના ઉત્પાદનમાં ૨૦ ગણું વધુ પાણી વપરાય છે. એક કિલો અનાજ કે કઠોળ ઉગાડવા માટે ૧૫૦૦થી ૨૦૦૦ લીટર જેટલું પાણી જ્યારે એક કિલો બટાકા ઉગાડવા ૩૮૭ અને એક કિલો ટામેટા ઉગાડવા ૨૧૪ લીટર પાણી વપરાય છે.
ડુક્કરનું માંસ મેળવવા લાખો લીટર પાણી વપરાતું હોવા છતાં ભારતમાં ડુક્કરના માંસનું ઉત્પાદન વધ્યું છે. એનીમલ હસબંડરી ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ વચ્ચે ભારતમાં ડુક્કરના મંાસના ઉત્પાદનમાં ૨૧ ટકાનો(૮૧,૨૫૦ ટન) વધારો થયો છે. એક અંદાજ અનુસાર ૨૦૧૭ના વર્ષમાં ભારતમાં ૧.૨ કરોડ ડુક્કર-ભૂંડની કતલ થઇ છે. ડુક્કરના માંસની આયાતમાં પણ ૨૦૧૦થી ૧૧ ટકાનો વધારો નોંધાયો છે.
પ્રાણીઓના માંસના ઉત્પાદન માટે ભારતની કંપનીઓે વિદેશની કંપનીઓ ધ્વારા ઉપયોગમાં લેવાતી પધ્ધતિને અપનાવી છે. આ પધ્ધતિ હેઠળ માંસ વધુ મળે છે અને મીટને માર્કેટ સુધી પહોંચાડતા ઓછો સમય લાગે છે. પ્રાણીઓ માટેની બ્રીડીંગ ફેસીલીટી તેમને એક સરખું અનાજ આપવું અને એેકસાથે તેમને ગ્રોથ કરવો, ત્યારબાદ એક સાથે કતલ કરાય છે. આ એક પ્રકારની ઔેદ્યોગિક સિસ્ટમ છે. જેમાં પરંપરાગત પ્રથા કરતાં વધુ પાણી વપરાય છે. જેના કારણે આપણે ત્યાં પાણીની અછત વધે છે.
આપણે ત્યાંના સ્થાનિક ડુક્કરો કરતાં આયાતી ડુક્કરો કદમાં મોટા હોવાથી તે વધુ માંસ આપે છે. આયાતી ડુક્કરોનું વજન ૩૦૦ કિલો હોય છે અને તેમાંથી ૧૮૦ કિલો માંસ મેળવી શકાય છે. જો એક કિલો ડુક્કરનું માંસ મેળવવા ૫૯૮૮ લીટર પાણી વપરાતું હોય તો ૧૮૦ કિલો ંમાંસ મેળવવા ૧૦થી ૧૧ લાખ લીટર પાણી જોઇએ. ડુક્કર રોજનું ૨૫ લીટર પાણી પીવે છે જે વાતાવરણ પર આધારીત હોય છે. ડુક્કરને પીવા માટે અને તેમજ ન્હાવા ધોવા માટે રોજનું ૭૫ લિટર પાણી જોઇએ. જો તે રોગીષ્ઠ હોયતો તે વધુ પાણી વાપરે છે.
ડુક્કરને કતલ પહેલાં જે પીંજરામાં રાખવામાં આવે છે તેની સફાઇ માટે પણ ધણું પાણી વપરાય છે. કતલખાને પ્રોસેસ એવી હોય છે કે ઇલેક્ટ્રીક શોટ અપાય છે, ત્યારબાદ તેમની કતલ કરીને મરવા છોડી દેવાય છે, ત્યારબાદ તેના શરીર પરની સ્કીન અને વાળ કાઢવા માટે તેના પર સખત્ત ગરમ પાણી છાંટવામાં આવે છે. ત્યાર બાદ તેના શરીરમાંથી માંસ ખેંચી લેવામાં આવે છે.
આ પ્રોસેસમાં પણ ઘણું પાણી જોઇતું હોય છે. તેના શરીરના અંગો દુર કરવા માટે પણ મોટી માત્રામાં પાણીની જરુર પડતી હોય છે. આખી પ્રોસેસમાં વપરાતા પાણીની વાત કરીએ તો એક ડુક્કર પાછળ તેની કતલ સુઘીમાં ૮૫,૦૦૦ લીટર પાણી વપરાય છે. ત્યાર બાદ તેના મટનના પેકીંગ અને વિતરણમાં પણ પાણી વપરાતું હોય છે.
આતો, ડુક્કરના માંસ ઉત્પાદનમાં વપરાતા પાણીની સીધી જરુરીયાતની વાત થઇ પણ આડકતરી રીતે પણ પાણીનો વપરાશ થાય છે. જંતુનાશક દવાઓ તેમજ એન્ટી બાયોટીક્સના વપરાશ પાછળ પણ પાણી વપરાય છે. આવા પાણીના નિકાલની પણ કોઇ ચોક્કસ વ્યવસ્થા નથી હોતી. તમે જે પોર્ક (ડુક્કરનું મંાસ) ખાવ છો તે હકીતે તો તે બનાવવા પાછળ વપરાયેલું લાખો લીટર પાણી છે એમ સમજવું જોઇએ.
હું દરેકનેે વેગન (શાકાહારી)બનવા સમજાવી ના શકું પરંતુ એમ સમજાવી શકાાય કે તમે રોજ જે મીટ ખાવ છો તેમાં ઘટાડો કરો. જો પોર્ક ખાવામાં ઘટોડો કરો તો પણ લાખો લીટર પાણી બચાવી શકાય.
અહીં કેપ ટાઉનનું ઉદાહરણ આપ્યું છે. સાઉથ આફ્રીકાના કેપ ટાઉનની વસ્તી ૪૫ લાખ છે. ત્યાં પાણીની અછત ઉભી થઇ હતી. દરેક નાગરિક પર પાણીના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ફેબુ્રઆરી ૨૦૧૮થી વ્યક્તિ દીઠ નાહવા, ધોવા અને રસોઇ વગેરે કામ માટે રોજનું ૫૦ લીટર પાણી વાપરવાનો આદેશ અપાયો હતો. ફ્લશનો વપરાશ, ફુવારા, ગાર્ડનમાં પાણી છાંટવું કાર ધોવી વગેરે પર પ્રતિબંધ મુકાયો હતો.
૪ જુન ૨૦૧૮થી તો મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી બંધ કરી દેવાયું હતું અને પાણી માટે કેટલાક પીકઅપ પોઇંટ ઉભા કરાયા હતા. જ્યાંથી દરેકને રોજનું ૨૫ લીટર પાણી મળતું હતું. માત્ર હોસ્પિટલોમાં પાણીનો સપ્લાય ચાલુ રખાયો હતો. ક્લાઇમેટ ચેન્જથી કેવી દશા થાય છે તે જોવા કેપ ટાઉનની સ્થિતિ જોવી જોઇએ. ભારતના શહેરોમાં પણ આવી સ્થિતિ આવી શકે છે.
કેપ ટાઉનમાં પણ હાઇ-વે, બહુમાળી ઇમારતો, કતલખાના, શોપીંગ મોલ વગેરે છે. જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે પાણીનો સૌથી વધુ વપરાશ કરતી મીટ ઇન્ડસ્ટ્રી (માંસ ઉદ્યોગ) તેમજ કોલા ઉત્પાદન કરતી કંપનીઓનો સપ્લાય બંધ કરાયો નહોતો. કેપ ટાઉનનું પાણી છ ડેમમાંથી આવતું હતું. ગ્લોબલ વોર્મીંગના કારણે આ સ્થિતિ ઉભી થઇ હતી.
મોટા ભાગના ડેમ ખાલી છે જે મુખ્ય ડેમ છે ત્યાં ૧૨.૫ ટકા જેટલો પાણીનો જથ્થો છે. ટુરીઝમ ઉદ્યોગ ઘટી ગયો, લોકો પોતાનો બિઝનેસ બીજે ખસેડવા લાગ્યા હોવાથી બેકારી વધી , સ્વચ્છતાની કામગીરી અટકી પડી હતી જેના કારણે રોગચાળાની શક્યતા ઉભી થઇ હતી. લોકોનો રોષ ફૂટી ના નિકળે એટલે લશ્કરને સાબદું રખાયું હતું.
એવું નથી કે કોઇ મોટું શહેર પ્રથમવાર આ રીતે પાણીની અછતમાં સપડાયું છે ૨૦૦૮માં આર્ટ અને આર્કીટેક માટે જાણીતા સ્પેનના બાર્સીલોનામાં પણ આવી પાણીની ગંભીર અછત ઉભી થઇ હતી. બ્રાઝીલના સાઉપાઉલો શહેરમાં વરસાદ એટલો ઓછો પડયો હતો કે પાણીની પાઇપોમાં કાદવ ભરાઈ ગયો હતો. દરેક ઘરોમાં અઠવાડીયામાં બેવાર પાણી કાપ રખાયો હતો.
ઇન્ડોનેશિયાની સરકારે જાકાર્તાના કેટલાક ભાગને એટલા માટે ખાલી કરાવ્યો હતો કે પીવાનું પાણી ખલાસ થઇ ગયું હતું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ દાયકામાં એકાદ વાર પાણીની કટોકટી ઉભી થાય છે. લંડનમાં પણ પાણીની અછત અંગે ચેતવણી આપવામાં આવી હતી.
૨૧મી સદીમાં વિવાદ યુધ્ધ માટે નહીં પણ પાણી માટે થશે. સંયુક્ત રાષ્ટ્રસંધે ચેતવણી આપી છે કે પાણીની અછતના કારણે ૨૦૩૦ સુધીમાં ૭૦૦ મીલીયન લોકો એ હીજરત કરવી પડશે.
જ્યારે પાણીની અછતની વાત આવે છે ત્યારે પૃથ્વી કોઇ ચમત્કાર કરતી નથી. આપણા રાજકારણીઓ અને વહિવટકારોએ જમીનમાં કેટલું પાણી બચ્યું છે તે અંગે અભ્યાસ કરવો પડશે. હું એમ કહી શકું કે દશ વર્ષમાં ભારતમાં સોથી પહેલું શહેર હૈદ્રાબાદ આવશે એમ લાગે છે.
જ્યારે કોઇ અછત ઉભી થાય ત્યારે નિતીઓ તો બનતી રહે છે પણ કેવી રીતે જીવવું એ આપણી અંગત પસંદગી હોય છે. પાણી એ જીવન છે . તેની સૌેથે કોઇ રમત ના રમવી જોઇએ. આ સમસ્યાનો ઉત્તમ ઉકેલ એ છે કે મીટ ખાવાનું બંધ કરો.
Comments
Post a Comment