ટીબીની દવાના સંશોધન માટે નાઈજીરિયાની સંશોધક વડોદરા આવી
વડોદરા,તા.28.જુલાઈ,2019,રવિવાર
ટીબી(ટયુબલક્યુલોસિસ)ની બીમારી સામે વધારે અકસીર દવા શોધવા નાઈજીરિયાની સંશોધક અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના અધ્યાપકે હાથ મિલાવ્યા છે.
નાઈજીરિયા અને ભારત બંને દેશ ટીબીની બીમારીને નાથવા માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે નાઈજીરિયાની કેબી યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા મિસિકુરા લવાલ ટીબી માટે વધારે અસરકાર દવા શોધવા માટે પીએચડી કરી રહ્યા છે.આ પીએચડીના ભાગરુપે તે એક વર્ષ માટે ઈટાલની એક સંસ્થાની અને ભારત સરકારની ફેલોશિપની મદદથી એમ.એસ.યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના અધ્યાપક ડો.રાજેન્દ્રસિંહ જાડેજાના હાથ નીચે કરવા આવી છે.
એન્ટિ બાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગથી જે તે બીમારીના બેક્ટેરિયા પ્રતિકારક શક્તિ વધારતા હોય છે.જેનાથી લાંબા ગાળે દવાની અસર થવાની ક્ષમતા ઘટે છે.ટીબીની બીમારીમાં પણ આવુ થઈ શકે છે.એટલે મિસિકુરા લવાલે અલગ અલગ પ્રકારના મેટલ્સનુ હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ ટીબીની દવાઓ સાથે સંયોજન કરીને નવુ તેમજ વધારે અસરકાર કમ્પાઉન્ડ શોધવા પીએચડીના ભાગરુપે પ્રયાસો શરુ કર્યા છે.
એમ.એમ.એસ.યુનિવર્સિટીમાં તે છેલ્લા ૬ મહિનાથી સંશોધન કરી રહી છે.આ સંશોધનમાં તેણે કોપર, આર્યન, કોબાલ્ટ અને ઝીંક જેવા મેટલ્સનુ ટીબીની ચાર દવાઓ સાથે સંયોજન કરીને ૧૦ જેટલા નવા કમ્પાઉન્ડ તૈયાર કર્યા છે.
Comments
Post a Comment