અમીત શાહની કાશ્મીર પોલીસીમાં અનેક એડચણો

નવી દિલ્હી,તા.27 જુલાઈ 2019, શનિવાર
કાશ્મીરમાં વધારાના દસ હજાર જવાનો તૈનાત કરીને આતંકીને નહીં છોડવાની કાશ્મીરની ગૃહ મંત્રી અમીત શાહની પોલીસી પર પીડીપીના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબુબા મુફતીએ સવાલ ઉઠાવ્યા હતા.હાલમાં ત્યાં અનેક દળો તૈનાત છે જ. ગયા મહિને તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ૧૯૪૭થી ભારતે કાશ્મીરના મુદ્દાને માત્ર સુરક્ષાની નજરે જ જોયો છે. જો કે એ તો રાજકીય સમસ્યા છે.
તેઓ કહે છે કે આ સમસયાનાઉકેલ પણ રાજકીય રીતે જ લાવવો જોઇએ. ટ્રમ્પના તાજેતરના મધ્યસ્થી કરવાના નિવેદન પર તેમણે કહ્યું હતું કે બંને દેશોએ આ તક ઝડપી લેવી જોઇએ અને માત્ર મંત્રણા દ્વારા જ તેનો ઉકેલ લાવવા પ્રયાસો કરવા જોઇએ.
ઉતાવળે લાવેલા ખરડાથી વિપક્ષો ખફા
આ વર્ષે એક પણ ખરડાને સંસદની સ્થાયી સમિતિ તરફ મોકલવામાં આવ્યો નહતો. આના કારણે વિરોધ પક્ષો નારાજ થયા છે. કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના ૧૭ પક્ષોએ રાજ્યસભાના ચેરમેનને પત્ર લખી સરકાર દ્વારા ઉતાવળમાં લાવવામાં આવેલા ખરડા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને નારાજગી પણ દર્શાવી હતી. ૧૬મી લોકસભામાં કુલ ખરડાના ૨૬ ટકા વિવિધ સમિતિઓને સમીક્ષા માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે પંદરમી લોકસભામાં ૭૧ ટકા ખરડા મોકલાયા હતા. તો ૧૪મી લોકસભામાં ૬૦ ટકા ખરડા વિવિધ પેનલોને મોકલવામાં આવ્યા હતા.
કર્મશીલોનો આરટીઆઇ સામે વિરોધ
રાજ્યસભામાં આરટીઆઇ ખરડામાં સુધારા કરતો ખરડો પસાર કરી દેવામાં આવ્યો હતો તેમ છતાં હજુ પણ પારદર્શકતાના આગ્રહી કાર્યકર્તાઓ તેની સામે અવાજ ઉઠાવે છે. તેમનું કહેવું છે કે આનાથી માહિતી માગવાનો સામાન્ય માનવીનો અધિકાર છીનવાઇ જશે અને બીજુ, કેન્દ્ર સરકાર માહિતી આયોગની કામગીરીમાં દખલગીરી કરી શકશે.
યેદ્દીયુરપ્પા હવે બન્યા યેદિયુરપા
કર્ણાટકના નવા મુખ્ય મંત્રી બી.એસ.યેદ્દીયુરપ્પાએ પોતાના નામમાંથી વધારાનો 'દ' કાઢી નાંખ્યો છે. રાજ્યપાલને લખેલા પત્રમાં આ વાત જણાઇ આવી હતી. આંકડીશાસ્ત્રની દ્રષ્ટીએ તેમણે આ ફેરફાર કર્યો હોવાનું મનાય છે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment