મુંબઇમાં સવારથી ભારે વરસાદના કારણે મહાલક્ષ્મી એક્સપ્રેસના 2000 પ્રવાસી ફસાયા

મુંબઇ, તા.27 જુલાઇ 2019, શનિવાર

છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદના કારણે મુંબઇમાં જનજીવનને વ્યાપક પ્રતિકૂળ અસર થઇ હતી. 24થી વધુ ફ્લાઇટના સમયપત્રક ખોરવાયા હતા. 

બદલાપુર અને વાંગણી રેલવે સ્ટેશનો વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઇ હતી કારણ કે ટ્રેક પર પાણી ભરેલા હતા. ટ્રેનમાં 2000 ઉતારુઓ ફસાયા હતા. તેમને મદદ કરવા નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફોર્સ રવાના થઇ હતી. 

છત્રપતિ શિવાજી એરપોર્ટ પર આરઓએ કહ્યું હતું કે છેલ્લા બે કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી ઘણી ફ્લાઇટ અટવાઇ હતી. વીઝીબીલીટી ઓછી થવાથી પાઇલટો વિમાનને ટેક ઓફ કરાવવાથી ડરતા હતા. સરેરાશ દરેક ફ્લાઇટ અડધાથી બે કલાક મોડી દોડી રહી હતી. 17 ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવામાં આવી હતી.

દરમિયાન, હવામાન વિભાગે શનિવાર અને રવિવારે પણ મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન