રેકોર્ડ સ્તરે મતદાન કરો, આસામ-બંગાળના યુવા મિત્રોને PM મોદીની અપીલ


- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ લોકોને નીડર બનીને મતદાનમાં સહભાગી થવા વિનંતી કરી

નવી દિલ્હી, તા. 27 માર્ચ, 2021, શનિવાર

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે જ્યારે આસામની 47 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી આયોગે આ વખતે મતદાન માટેનો સમય વધારી આપ્યો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ અને બંગાળના તમામ મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરે તેવી વિનંતી કરી હતી. સાથે જ યુવાનોને પણ ખાસ આગ્રહ કરીને કહ્યું હતું કે, 'હું તમામ યુવા મિત્રોને મતદાન કરવા આગ્રહ કરૂ છું.'

નીડર બનીને મતદાન કરોઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ લોકોને નીડર બનીને મતદાનમાં સહભાગી થવા વિનંતી કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, 'હું પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાના મતદાતાઓને વિનંતી કરૂ છું કે, બંગાળના ગૌરવને પુનઃસ્થાપિત કરવા વધુથી વધુ સંખ્યામાં નીડર બનીને મતદાન કરો. તમારો એક મત સુભાષ ચંદ્ર બોઝ, ગુરૂદેવ ટેગોર અને શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મહાપુરૂષોની કલ્પનાના બંગાળની રચનાને સાકાર કરશે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન