રાજકોટ અને જુનાગઢમાં 10,700 કરોડના કામોના શિલાન્યાસ : પોતાની નિરાશા ગુજરાત પર થોપતા પક્ષોથી ચેતજો, આપણે દેશના કોઈ પણ નાગરિકની સિધ્ધિ વખાણીએ,એ લોકોને ગુજરાતની પ્રગતિ ખુંચે છે -વડાપ્રધાન : રાજકોટને ગાંધીજીએ શિક્ષણ આપ્યું, મને પણ આ શહેરે જ રાજનીતિનું શિક્ષણ આપ્યું-મોદી રાજકોટ,: સૌરાષ્ટ્રના રાજકોટ,જુનાગઢ,મોરબી,ગીર સોમનાથ જિલ્લામાં 10,700 કરોડના ખાતમુહુર્ત પ્રસંગે રાજકોટ અને જુનાગઢમાં યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતને અપમાનિત કરનારા, ગુજરાતને ગાળો ભાંડયા વગર જેની રાજનીતિ નથી ચાલતી તેવા કેટલાક પક્ષો સામે ગુજરાતે લાલ આંખ કરવાની જરૂર છે. તેમણે ગીરના સાવજની ગર્જના સાંભળીને મોટા થયેલા વીરોને મનની વાત કહેવી છે તેમ કહીને કહ્યું, દેશમાં કોઈ પણ રાજ્યના લોકો સાઉથના વૈજ્ઞાાનિકો મંગલયાન મોકલે, હરિયાણાના કોઈ ઓલમ્પિકમાં મેડલ લાવે તો આપણને ગુજરાતીઓને ગૌરવ થાય છે, આનંદ થાય છે પરંતુ, કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોને ગુજરાત નામ કમાય, પ્રગતિ કરે તો તેમના પેટમાં ઉંદરડા દોડવા લાગે છે. તપ કરતા,મહેનત કરતા ગુજરાતને બદનામ કરાય તે સહન કરવું છે? એવ...