જુઠ્ઠુ બોલવુ, ખોટા આંકડા આપવા એ કેજરીવાલની આદત છેઃ ભાજપ અધ્યક્ષ


નવી દિલ્હી,તા.16.ઓક્ટોબર,2022 રવિવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દિલ્હીમાં આગામી એમસીડી ચૂંટણીના પ્રચારની શરુઆત કરી દીધી છે.

રામલીલા મેદાન પર એક સંમેલનમાં સંબોધન કરતા જે પી નડ્ડાએ દિલ્હીના સીએમ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, જુઠ્ઠુ બોલવુ અને ખોટા આંકડા રજૂ કરવા એ કેજરીવાલની આદત છે.કેજરીવાલ દિલ્હીના શિક્ષણ મોડેલનો બોગસ ઢંઢેરો પીટી રહ્યા છે.દિલ્હીમાં સ્કૂલો નથી, ક્લાસરુમ નથી, કોર્સ નથી.ગોટાળાના કારણે તેમના ત્રણ મંત્રીઓ જેલમાં છે.જેલ અને બેલ વચ્ચે ફરી રહેલા લોકો તેમના ધારાસભ્યો છે.

નડ્ડાએ કહ્યુ હતુ કે, કેજરીવાલ સરકારે દિલ્હીમાં ગોટાળા પર ગોટાળા કર્યા છે.દિલ્હીને બેહાલ કરી દેનાર કેજરીવાલને જવુ પડશે અને ભાજપે આવવુ પડશે.દિલ્હીમાં દારુ પોલિસીમાં મહોલ્લે મહોલ્લે દારુ પહોંચાડવામાં આવ્યો હતો અને તેમાં 6 ટકા કમિશન ખાવામાં આવ્યુ હતુ.કમિશન ખાવામાં કેજરીવાલે કોંગ્રેસને રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે.દિલ્હીમાં કેજરીવાલે ગરીબ લોકોને આયુષ્માન ભારત યોજનાનો ફાયદો લેવા દીધો નથી.પીએમ મોદીએ અમને શીખવાડ્યુ છે કે, કામ અને વિકાસ થકી જનતાને ભાજપ સાથે જોડવાની છે.

નડ્ડાએ કહ્યુ હતુ કે, અમે એક સંવિધાન , એક દેશ તેમજ એક નિશાનનો નારો સાચો પાડીને બતાવ્યો છે.અમારી એક માત્ર પાર્ટી છે જે પોતાના વિચારોને વળગી રહી છે.જેનો આધાર જ જનાધાર છે.અમે રાષ્ટ્રીયથી માંડીને સ્થાનિક સુધીની ચૂંટણીઓ જીતતા આવ્યા છે.કોવિડ સમયે ભાજપના જ કાર્યકરોએ જમીન પર ઉતરીને લોકોની સેવા કરી હતી.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો