ચાર હજારથી વધારે હરિભક્તો દિવાળીનોતહેવાર પ્રમુખસ્વામીનગરમાં સેવાયજ્ઞાથી દ્વારા ઉજવશે
અમદાવાદ
હજારોની સંખ્યામાં સેવકો ૧૫ દિવસથી માંડીને બે મહિનાની સેવામાં લાગ્યાઃ મંદિરોમાં પણ ધમધમાટ શરૂ થયો
પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઇને હવે કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જો કે ખુબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલા પ્રમુખસ્વામીનગરને તૈયાર કરવા માટે ૨૪ કલાક સતત કામગીરી ચાલી રહી છે. ત્યારે હરિભક્તો અથાક રીતે સ્વામીનારાયણમાં રાત દિવસ સેવા આપી રહ્યા છે.ત્યારે સામાન્ય રીતે દિવાળીના તહેવારને લઇને દરેકને ઉત્સાહ હોય છે કે પરિવાર સાથે તહેવાર ઉજવે અથવા કોઇ પ્રવાસના સ્થળે પરિવાર સાથે રજાઓમાં ફરવા માટે જાય પરંતુ, હરિભક્તો દિવાળીના તહેવાર પ્રમુખસ્વામીનગરમાં સેવાયજ્ઞામાં જોડાયા છે. અંદાજે ચાર હજારથી વધારે હરિભક્તો દિવાળીના તહેવારમાં સેવાયજ્ઞા આપી રહ્યા છે. જેમાં ૧૮ વર્ષના વિદ્યાર્થીથી માંડીને ૫૦ વર્ષના મોટા ઉદ્યોગપતિઓ જોડાયા છે. જે દિવાળીમાં ઉજવણી માટે ઘરે જવાને બદલે પ્રમુખસ્વામીનગરમાં રહેશે.સુનિલ પટેલ નામના યુવકે જણાવ્યું કે તે એક મહિનાની સેવા માટે અહીયા આવ્યો છે. જેમાં તે મંદિર બનાવવાથી લઇને બગીચાની સેવા કરે છે. તે દિવાળીમાં પ્રમુખસ્વામીનગરમાં રહેશે. જ્યારે જયેશ પટેલ નામના વેપારીએ દિવાળીમાં ંપોતાના ધંધાને બદલે તે ૩૫ દિવસની સેવામાં જોડાયા છે. સાથે સાથે તેેમના બે પુત્ર પણ જોડાયા છે. જ્યારે તેમના પત્ની મંદિરની સેવામાં પણ જાય છે. આમ, સમગ્ર પરિવાર દિવાળીની સેવામાં જોડાયો છે.આ રીતે ચાર હજારથી વધારે હરિભક્તો દિવાળી તો પ્રમુખસ્વામીનગરમાં જ ઉજવીને જન્મ શતાબ્દી મહોત્સ્વની સેવામાં લાગી ગયા છે. તો ઘણા એનઆરઆઇ પણ અત્યારથી સેવામાં આવી રહ્યા છે જે મહોત્સવ પૂર્ણ થવા સાથે વિદેશમાં પરત જશે.
Comments
Post a Comment