ચીન પાસેથી ત્રણ વખત રાજીવ ગાંધી ફાઉન્ડેશને ડોનેશન લીધુ હતુ, BJPનો આક્ષેપ
નવી દિલ્હી,તા.23.ઓક્ટોબર.2022 રવિવાર
ભારત સરકારના ગૃહ મંત્રાલયે ફોરન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટ હેઠળ લાઈસન્સ રદ કરી નાંખ્યુ છે.
મંત્રાલયે કરેલી કાર્યવાહી બાદ ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, દિવાળી પર્વે જ ગાંધી પરિવારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થય છે.રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિબેટલ ટ્રસ્ટ એમ બે એનજીઓ ગાંધી પરિવારના છે અને્ આ બંને પર પ્રતિબંધ લગાવવાનુ કામ ગૃહ મંત્રાલયે કર્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લઈને ઘણા આક્ષેપો થયા છે.ગાંધી ફાઉન્ડેશનના ચેર પર્સન સોનિયા ગાંધી છે અને તેમણે ત્રણ વખત ચીન પાસે ડોનેશન લીધુ છે.આ એનજીઓ પર સરકારે અંકુશ લગાવી દીધો છે.
પાત્રાએ આગળ કહ્યુ હતુ કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ગોટાળાને ભાજપ પ્રકાશમાં લાવી ચુકી છે.પીએમ રિલિફ ફંડના પૈસા પણ ભૂતકાળમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં જતા હતા.એટલુ જ નહીં ઝાકીર નાઈક,મેહુલ ચોક્સી અને રાણા કપૂર જેવા વિવાદિત અને ખોટી રીતે પૈસા કમાનારા લોકો પાસેથી પણ ફાઉન્ડેશને પૈસા લીધા છે.આવા એનજીઓ પર કાયદાકીય કાર્યવાહી થાય તે યોગ્ય છે.જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં આ ભ્રષ્ટ પરિવારની હાજરી દેખાઈ છે.
Comments
Post a Comment