PM મોદીએ દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંક યુનિટનું ઉદ્ઘાટન કર્યું
- અમારો ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમમાં સુધારો, મજબૂતી અને પારદર્શિતા લાવવાનો છે: PM મોદી
નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2022, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં બેન્કિંગ સુવિધાઓ દેશના છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવાના ઉદ્દેશ્ય સાથે 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ (DBUs) લોન્ચ કર્યા છે. PM મોદીએ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના 2 ડિજિટલ બેન્કિંગ એકમો સહિત દેશના 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે.
આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, તમામ દેશવાસીઓને શુભકામનાઓ, બેન્કિંગ સેક્ટર અને આરબીઆઈના તમામ કર્મચારીઓને હું અભિનંદન આપું છું. ડિજિટલ બેન્કિંગ યુનિટ એ આધુનિક ભારત તરફનું એક પગલું છે. આ સેવાઓ કાગળ, લેખન અને અન્ય મુશ્કેલીઓથી મુક્ત રહેશે. આ ડિજિટલ બેન્કિંગ સેવાઓ પહેલા કરતા વધુ સરળ બનશે. ગામડાથી શહેર, નાના શહેરમાં પૈસા મોકલવા માટે લોન લેવા સુધી બધું સરળ થઈ જશે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने 75 जिलों में 75 डिजिटल बैंकिंग इकाइयां राष्ट्र को समर्पित किया। pic.twitter.com/406mXzDypz
— ANI_HindiNews (@AHindinews) October 16, 2022
પીએમ મોદીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમમાં સુધારો, મજબૂત અને પારદર્શિતા લાવવાનો છે. લોકોનું સશક્તિકરણ એ અમારી સરકારનું ધ્યેય છે બેંકો પોતે ગરીબોના ઘરે જશે તે માટે આપણે બેંક અને ગરીબો વચ્ચેનું અંતર ઓછું કરવું પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે બેંકિંગ સેવાઓને દૂર-દૂર સુધી, ઘર-ઘર સુધી લઈ જવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આજે ભારતના 99%થી વધુ ગામડાઓમાં 5 કિમીની અંદર કોઈને કોઈ બેંક શાખા, બેન્કિંગ આઉટલેટ અથવા બેન્કિંગ મિત્ર છે. ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ એ દિશામાં એક બીજું મોટું પગલું છે જે ભારતીયોના જીવનને સરળ બનાવવા માટે દેશમાં ચાલી રહ્યું છે. આ એક ખાસ બેંકિંગ સિસ્ટમ છે જે ન્યૂનતમ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મહત્તમ સેવાઓ આપવાનું કામ કરશે.
ડિજિટલ બેન્કિંગ યુનિટમાંથી આ સુવિધાઓ ઉપલબ્ધ થશે
ડિજિટલ બેંકિંગ એકમોની રજૂઆત સાથે, તમારે હવે એકાઉન્ટ ખોલવા, પાસબુક પ્રિન્ટ કરવા, વિવિધ બેંક યોજનાઓમાં રોકાણ કરવા અને લોન માટે બેંકમાં જવાની જરૂર નહીં રહેશે. હવે આ સુવિધા ઘરની નજીક જ ઉપલબ્ધ થવા જઈ રહી છે.
આ વર્ષે બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ ખોલવાની ઘોષણા કરી હતી.
Comments
Post a Comment