Britain PM: સુનકની દિવાળી ગિફ્ટ લગભગ નક્કી પણ આ બે અડચણો ઉભી છે સામે


લંડન, તા. 24 ઓક્ટોબર 2022 સોમવાર

બ્રિટનનુ રાજકારણ ખૂબ જ રોમાંચક વળાંક પણ આવી ગયુ છે. પીએમની ખુરશી માટે દાવેદારી કરી રહેલા બોરિસ જોનસન પોતે જ રેસમાંથી બહાર થઈ ગ.ા છે. હવે મુકાબલો ઋષિ સુનક અને પેની મોર્ડેંટ વચ્ચે છે. બ્રિટનની સંસદમાં કુલ 650 સાંસદ છે. ગત ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદ જીત્યા હતા અને સરકાર બનાવી હતી. બોરિસ જોનસનથી લઈને લિઝ ટ્રસ અને ઋષિ સુનક સુધી તમામ આ પાર્ટીના જ સાંસદ છે. 


ઋષિ સુનક 145થી લઈને 155 સાંસદોનુ સમર્થન પીએમ પદ માટે તેમને મળી ચૂક્યુ છે. બ્રિટિશ મીડિયા અનુસાર ઋષિ સુનકની દાવેદારી એટલે વધારે મજબૂત  છે કેમ કે તેમના પ્રતિદ્વંદી પેની મોર્ડેંટને લગભગ 25 સાંસદોનુ જ સમર્થન પ્રાપ્ત છે. પીએમ પદની રેસ છોડ્યા પહેલા બોરિસ જોનસન 100થી વધારે સાંસદોના સમર્થનનો દાવો કરી રહ્યા હતા પરંતુ તેમને હકીકતમાં 50થી 55 સાંસદોનુ સમર્થન મળી શક્યુ હતુ. 


બોરિસ જોનસનના સમર્થક કોની પાસે જશે?

બોરિસ જોનસનની પીછેહઠને ઋષિ સુનક માટે ગોલ્ડન ચાન્સ ગણાવાઈ રહ્યો છે પરંતુ આ લડત એટલી સરળ નથી. જેટલી દેખાઈ રહી છે. ઋષિ સુનકને લગભગ 150 સાંસદોનુ સ્પષ્ટ સમર્થન છે. પેની મોર્ડેંટની પાસે 25 સાંસદ છે. આ સિવાય 50 સાંસદોનુ સમર્થન અત્યાર સુધી બોરિસ જોનસનને હતુ. 

વધુ વાંચો : પ્રબળ દાવેદાર ઋષિ સુનકને અત્યાર સુધીમાં 147 સાંસદોનું જનસમર્થન

132 સાંસદ નક્કી કરશે ભાવિ

અત્યાર સુધીમાં જાહેરમાં આવી ચૂકેલા તમામ સાંસદોને મળીને આ સંખ્યા 225એ પહોંચે છે. બ્રિટનની સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીના 357 માંથી 132 સાંસદોએ અત્યારસુધી પોતાના પત્તા ખોલ્યા નથી. તેઓ કોને સમર્થન આપશે તે રહસ્ય છે. આ સાંસદોનુ સમર્થન પણ હાર-જીતમાં મહત્વનો રોલ નિભાવશે. આ સિવાય બોરિસ જોનસનની પીછેહઠને કારણે હવે તેમના 50 સાંસદોએ પણ ઋષિ સુનક કે પેની મોર્ડેંટમાંથી કોઈ એકને પોતાના નેતા પસંદ કરવાના રહેશે. આ સાંસદ પણ હાર-જીતમાં ભૂમિકા નિભાવશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો