CBIની મારી ધરપકડ કરવાની પૂરી તૈયારી: મનીષ સિસોદિયા


- આ કેસ માત્ર મને ગુજરાત જતા રોકવા માટે મારી ધરપકડ કરવાનો છે: મનીષ સિસોદિયા

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર 2022, સોમવાર

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. આ માટે ભાજપે CBIના માધ્યમથી જાળ વણી લીધી છે. તેમણે કહ્યું કે, તેમની વિરુદ્ધ સંપૂર્ણપણે ખોટો કેસ બનાવવામાં આવ્યો છે. આ કેસ માત્ર મને ગુજરાત જતા રોકવા માટે મારી ધરપકડ કરવાનો છે. સિસોદિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, તેમણે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનું છે પરંતુ આ લોકો ગુજરાતમાં ખરાબ રીતે હારી રહ્યા છે તેથી આવી સ્થિતિમાં તેઓ મને ગુજરાત પહોંચવા દેવા નથી માંગતા.

સિસોદિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે 'હું જ્યારે ગુજરાત ગયો હતો ત્યારે મેં ગુજરાતના લોકોને કહ્યું કે, અમે તમારા બાળકો માટે ગુજરાતમાં પણ દિલ્હી જેવી શાનદાર સ્કૂલ બનાવીશું. લોકો ખૂબ ખુશ છે. પરંતુ આ લોકો નથી ઈચ્છતા કે, ગુજરાતમાં પણ સારી શાળાઓ બને, ગુજરાતના લોકો પણ ભણે અને પ્રગતિ કરે. એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહેલી CBIએ તેમને પૂછપરછ માટે નોટિસ ફટકારી છે. આ પહેલા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, તેઓ કેસની તપાસમાં CBIને સંપૂર્ણ સહયોગ કરશે.

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાS પહેલું ટ્વિટ સવારે 8:45 વાગ્યે કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નકલી કેસ કરીને તેની ધરપકડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ મને ગુજરાત જતા રોકવાનું છે. ત્યારબાદ તેમણે બીજુ ટ્વીટ કર્યું કે 'મારા જેલમાં જવાથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અટકશે નહીં. આજે દરેક ગુજરાતી  મારી સાથે છે. સારી શાળા, હોસ્પિટલ, નોકરી, વીજળી માટે ગુજરાતનું દરેક બાળક હવે ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. ગુજરાતમાં આવનારી ચૂંટણી એક આંદોલન બની રહેશે. આ પછી તેમણે વધુ એક ટ્વિટ કર્યું. લખ્યું છે કે મારી સામે સાવ ખોટો કેસ કરવામાં આવ્યો છે. મારા ઘરે દરોડા પાડ્યા કંઈ નહીં મળ્યું, મારા બધા બેંક લોકર જોયા કંઈ નહીં મળ્યું, મારા ગામમાં જઈને બધી તપાસ કરી પણ ત્યાંથી પણ ખાલી હાથે પાછા ફર્યા. આ કેસ સંપૂર્ણપણે ખોટો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો