રશિયાએ યુક્રેન પર 36 રોકેટ છોડયા : 14 લાખ ઘરોમાં અંધારપટ


- યુક્રેનને ખતમ કરવા રશિયાએ અપનાવ્યો નવો વ્યૂહ

- યુક્રેનમાં હવે ઊર્જા અને પાણીનું પણ રેશનિંગ: સરકારની લોકોને બંનેની સમજી વિચારી ઉપયોગમાં લેવાની સલાહ

- યુક્રેનના વળતા પ્રહારના ડરે ખેરાસોનમાં નાગરિકોને રશિયાના અંતરિયાળ વિસ્તારમાં જતા રહેવા પુતિનના તંત્રની ચેતવણી

કીવ : રશિયાએ યુક્રેન પર ૩૬ રોકેટ છોડયા છે. આમ રશિયાનો યુક્રેન પર અવિરત બોમ્બમારો જારી છે. આના લીધે વીજ એકમને નુકસાન પહોંચતા ૧૪ લાખથી પણ વધુ લોકો અંધારપટનો ભોગ બન્યા છે. પશ્ચિમી ખ્મેલિન્સ્કી વિસ્તારમાં ૬,૭૨,૦૦૦ ઘરો અંધારપટમાં છે. સેન્ટ્રલ ચેર્વાસ્કીમાં ૨,૪૨,૦૦૦ ઘરોમાં અંધારપટ છવાયો છે. ખ્મેલન્સ્કિીમાં યુદ્ધ શરુ થયુ ત્યારથી જ ૨,૭૫,૦૦૦ ઘરોમાં અંધારપટ છવાયો હતો. તેના પગલે સિટી કાઉન્સિલે લોકોને ઊર્જા અને પાણીનો સંગ્રહ કરવા કહ્યું છે. 

યુક્રેનનો આરોપ છે કે મોસ્કો હવે યુક્રેનની એનર્જી ગ્રિડ પર હુમલો કરીને તેને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે, જેથી તેની પાસે શરણે આવવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહે. નાગરિક ઇન્ફ્રાસ્ટ્રકચર ખતમ થાય તો યુક્રેનની સ્થિતિ ચોક્કસપણે ખરાબ થાય. 

આમ રશિયા હવે યુક્રેન યુદ્ધમાં નાગરિકો માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્યાંક બનાવવાનો વ્યૂહ અપનાવી રહ્યુ છે. નાગરિકો અસહાય થઈ જાય પછી યુક્રેન પાસે રશિયાના શરણે આવવા સિવાય કોઈ વિકલ્પ ન રહે. 

રશિયા-યુક્રેન યુદ્ધ પર ચાલુ થયેલું યુદ્ધ હવે ખતરનાક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. બંને દેશ વચ્ચેના સંઘર્ષનો હાલમાં કોઈ અંત દેખાઈ રહ્યો નથી. યુક્રેન પર રશિયાના હુમલાની અસર હવે વધારે ઉંડી દેખાઈ રહી છે. 

રશિયાએ યુક્રેન સામે ખાસ લશ્કરી અભિયાન શરુ કર્યુ છે. બીજી બાજુએ યુક્રેન પણ રશિયન હુમલાનો સામનો કરી રહ્યું છે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કેટલાય મંચે પર પરમાણુ શસ્ત્રોની વાત કહી ચૂક્યા છે. તેના પછી પરમાણુ શસ્ત્રોના ઉપયોગની સંભાવના વધુને વધુ બળવત્તર બની રહી છે. 

યુક્રેનના શહેરના મેયરે જણાવ્યું હતું કે શહેરમાં વીજળી અને પાણીના કેન્દ્રોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે. યુક્રેનના દક્ષિણ-મધ્ય વિસ્તારમાં વીજ એકમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું. કીવે આ હુમલા માટે રશિયાને ડ્રોન પૂરા પાડનારા ઇરાનની આકરી ટીકા કરી છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર કાર્યકરે જણાવ્યું હતું કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં ૬૩૨૨ યુક્રેની નાગરિગ માર્યા ગયા છે. તેમા લગભગ ૪૦૦ બાળકો સામેલ છે. યુદ્ધ શરુ થયા પછી ૯,૬૩૪ યુક્રેની નાગરિક ઇજા પામ્યા છે. રશિયાના હુમલાઓએ યુક્રેનની ૪૦ ટકા વીજ ઉત્પાદન ક્ષમતા ખતમ કરી દીધી છે. તેના લીધે સમગ્ર દેશમાં ઊર્જા રેશનિંગ અને ઇમરજન્સી બ્લેકઆઉટ થઈ રહ્યું છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કીવને ઝુકાવવા માટે મોસ્કો ઊર્જા એકમો પર હુમલો કરી રહ્યું છે. 

બીજી બાજુએ રશિયાએ યુક્રેનના વળતા પ્રહારના ભયે ખેરાસોનમાં રહેતા રશિયનોને તે ખાલી કરીને અંતરિયાળ રશિયન વિસ્તારોમાં જવા માટે જણાવ્યું છે. યુક્રેનના લશ્કરે ખેરાસન મોરચે સારી એવી વળતી લડત આપી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો