દિલ્હીમાં પ્રતિબંધ છતાં દિવાળીએ ફટાકડા ફૂટયા, પ્રદૂષણનું સ્તર વધ્યું


- ફટાકડા ફોડવા પર પ્રતિબંધની જનતા પર કોઇ અસર નહીં

- દિલ્હીમાં એરક્વોલિટી 326 સાથે વધુ ખરાબ કેટેગરીમાં પહોંચી, ગયા વર્ષની દિવાળી કરતા પ્રદૂષણ ઓછું

નવી દિલ્હી : દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળી ઉપર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જોકે તેમ છતા અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નિયમોનો ભંગ કરીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેને પગલે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદુષણ અચાનક જ વધી ગયું હતું અને એરક્વોલિટી સાવ ખરાબ કેેટેગરીમાં પહોંચી ગઇ હતી. જોકે ગયા વર્ષે દિવાળી બાદ જે પ્રકારે પ્રદુષણ વધ્યું હતું તેના કરતા આ વર્ષે પ્રમાણ ઘટયું હતું.

મંગળવારે સવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૩૨૬ હતો, જ્યારે દિલ્હી નજીકના શહેરો જેમ કે ગાઝિયાબાદમાં એક્યુઆઇ ૨૮૫, નોઇડામાં  ૩૨૦, ગ્રેટર નોઇડામાં ૨૯૪, ગુરુગ્રામમાં ૩૧૫, ફરિદાબાદમાં ૩૧૦ રહ્યો. એટલે કે દિલ્હીમાં એરક્વોલિટી સૌથી ખરાબ રહી. જેનું એક મુખ્ય કારણ દિવાળીના દિવસે અને રાત્રે ફોડવામાં આવેલા ફટાકડા માનવામાં આવે છે. 

એરક્વોલિટીની કેટેગરી પર નજર કરીએ તો એક્યુઆઇ ૦થી ૫૦ હોય તો સારી કેટેગરી, ૫૧થી ૧૦૦ હોય તો સંતોષકારક, ૧૦૧થી ૨૦૦ હોય તો મધ્ય, ૨૦૧થી ૩૦૦ હોય તો ખરાબ અને ૩૦૧થી ૪૦૦ હોય તો વધુ ખરાબ જ્યારે ૪૦૧થી ૫૦૦ હોય તો અત્યંત ખરાબ માનવામાં આવે છે. તેથી હાલ દિલ્હીની એરક્વોલિટી ૩૨૬ રહી જે વધુ ખરાબ કેગેટરીમાં આવે છે. દિલ્હીમાં સરકાર દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જોકે પ્રતિબંધ છતા અનેક વિસ્તારોમાં દિવાળીની રાત્રે મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડયા હતા. 

અન્ય રાજ્યો પર પણ પ્રદુષણની અસર જોવા મળી રહી છે. જેમ કે પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં એરક્વોલિટી ખરાબથી અત્યંત ખરાબ કેટેગરીમાં રહી હતી. આ ડેટા સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવ્યા હતા. ખાસ કરીને હરિયાણાના ગુરુગ્રામ અને પંજાબના લુધિયાણામાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે