કાશ્મીરમાં બરફવર્ષા અને વરસાદથી શિયાળાનું આગમન વહેલું થયું


- લોકપ્રિય પર્યટન સ્થળ ગુલમર્ગ-સોનમર્ગમાં સફેદ ચાદર પથરાઈ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો. તેના કારણે કાશ્મીરમાં શિયાળો વહેલો બેસી ગયો હતો. કાશ્મીર ઘાટીમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો હતો.

કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ, ગુરેજ, કર્ના વગેરેમાં બરફવર્ષા થતાં સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. વહેલી બરફવર્ષા થતાં પર્યટકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સ્થળોએ બબ્બે ઈંચ બરફ પડયો હતો.

કાશ્મીર ઘાટીમાં વરસાદ પણ પડયો હતો. શ્રીનગરમાં પણ વરસાદી ઝાપટાં પડયા હતા. 

બરફવર્ષા અને વરસાદના કારણે કાશ્મીરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સામાન્ય રીતે કાશ્મીરમાં ઠંડીની  સીઝનનું આગમન ડિસેમ્બર આવવાને થોડા દિવસ હોય છે ત્યારે થતું હોય છે. તેના બદલે લગભગ પંદરેક દિવસ પહેલા જ સીઝનની પ્રથમ બરફવર્ષા થતાં શિયાળાનું આગમન થયું હતું. આખા કાશ્મીરમાં લોકો વજનદાર જેકેટ્સ અને સ્વેટર પહેરીને ફરતા જોવા મળ્યા હતા. દિવાળીના વેકેશનમાં ફરવા આવેલા પર્યટકોમાં આ બરફવર્ષાથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાશ્મીરમાં આ વખતે સફરજનની સીઝન થોડી વહેલી ચાલતી હોવાથી ઘણાં ખરા ખેડૂતોએ પાક ઉતારી લીધો છે. તેમ છતાં ડિસેમ્બર પહેલાં બરફવર્ષા થઈ જતાં ૨૦ ટકા ઉભા પાકને નુકસાન થશે. ખાસ તો સફરજનના ઉતારાને વ્યાપક અસર થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે