૫૫ વર્ષથી વધુ વયના હરિભક્તોની પણ સેવામાં જોડાવવાનો ઉત્સાહ

અમદાવાદ

૫૫ વર્ષની વધુ વયના હરિભક્તો અમદાવાદના મંદિરથી સેવા આપશે

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઇને ૧૮ થી ૭૦ વર્ષના વયના હજારો હરિભક્તોએ ૧૫ થી ૩૫ દિવસની સેવા નોંધાવી છે. જેમાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને સેવા સોંપવામાં આવી છે. ૫૫ વર્ષ સુધીના  હરિભક્તો પ્રમુખ સ્વામીનગરમાં સેવા આપશે. જ્યારે તેનાથી વધુ ઉમરની હરિભક્તો  મહોત્સવના અનુસંધાનમાં જરૂરી આયોજનને લઇને સેવા સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદના વિવિધ મંદિરોમાં વિવિધ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં શતાબ્દી મહોત્સવ દરમિયાન  રસોડો માટે અત્યારથી અનાજ, કરિયાણાને એકત્ર કરીને તેને સાફસફાઇ  કરવા માટેની કામગીરી અમદાવાદના વિવિધ મંદિરોમાં શરૂ કરવામાં આવી છે. જે માટે અમદાવાદના મહિલા મંડળની મહિલાઓ અલગ અલગ કામગીરી સંભાળી રહી છે.  દિવાળીના તહેવાર બાદ આ કામગીરી વધુ ઝડપથી શરૂ કરવામાં આવશે. નારણપુરામાં રહેતા ૬૫ વર્ષના શાંતિબેન પટેલ શાહીબાગ, સેટેલાઇટ મંદિરમાં નિયમિત રીતે સેવામાં જાય છે અને  તેઓ જણાવે છે કે તે શતાબ્દી મહોત્સવની સેવા માટે તેમણે ૧૦૦ દિવસ નોધાવ્યા છે. તો યુવાનો માટે તેમના પ્રમાણે સેવા આપવામાં આવી છે. જે સમગ્ર પ્રમુખસ્વામીનગરને તૈયાર કરવાની સેવામાં લાગ્યા છે. તો સ્વય સેવકો માટે રહેવા માટે અલગ ડોમ બનાવાયા છે. જ્યાં સેવામાં માટે એક થી  બે મહિના સુધી  રહેનારા યુવા હરિભક્તો અલગ અલગ શીફ્ટમાં સેવા કરે છે. તેમના માટે હાલ પેવર બ્લોકના રસ્તા અને મંદિર તેમજ અલગ અલગ ડોમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.



Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો