PM મોદીએ વડોદરામાં ટાટા એરબસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો


- પીએમ મોદીએ આજે વડોદરામાં ભવ્ય રોડ શો કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો

વડોદરા, તા. 30 ઓક્ટોબર 2022, રવિવાર

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે PM મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. 3 દિવસ દરમિયાન તેઓ કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. આ વખતના પ્રવાસમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ કરશે. પીએમ મોદીએ આજે વડોદરામાં ભવ્ય રોડ શો કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

આ દરમિયાન પીએમ મોદીએ પહેલા દિવસે વડોદરામાં ભારતીય વાયુસેના માટે C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. ટાટા કોંસોરટીયમ અને એરબસ ડિફેન્સ સાથે મળીને સેના માટેના ટ્રાન્સપોર્ટ પ્લેનનો પ્લાન્ટ વડોદરામાં સ્થાપવા જઈ રહ્યા છે. આ આખા પ્રોજેક્ટનો ખર્ચ અંદાજીત 22 હજાર કરોડ છે. શિલાન્યાસ પ્રસંગે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ, નાગરિક પરિવહન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ થકી આત્મનિર્ભર ભારત તરફ દેશનું વધુ એક ઉમદા પગલું લેવાશે. અને ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, 160 દેશથી વધુ કંપનીઓએ ભારતમાં રોકાણ કર્યું છે. 3 મિલિયન ડોલરથી વધુનું રોકાણ થયું છે. મોદીએ કહ્યું કે, નવું ભારત હવે આત્મ વિશ્વાસ સાથે આગળ વધે છે. સેમિ કન્ડક્ટરથી લઈને એરક્રાફ્ટ તમામમાં ભારત આગળ છે.

વડાપ્રધાને વડોદરામાં સંબોધન કરતા જણાવ્યુ કે, એવુ પહેલી વાર બની રહ્યુ છે કે ભારતના ડિફેન્સ એરોસ્પેસ સેક્ટરમાં આટલુ મોટુ રોકાણ થઇ રહ્યુ છે. અહીં બનનારા ટ્રાન્સપોર્ટ આપણી સેનાને તો તાકાત આપશે જ સાથે એરક્રાફ્ટ મેન્યુફેકચરિંગ માટે એક નવી ઈકોસિસ્ટમનો પણ વિકાસ થશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે પ્રતિષ્ઠિત એવું વડોદરા એવિએશન સેક્ટરના હબના રુપે નવી ઓળખ બનાવી દુનિયાની સામે માથુ ઊંચુ કરશે.

મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ગ્લોબના આ મંત્ર પર આગળ વધીને, ભારત આજે તેની ક્ષમતાને આગળ ધપાવી રહ્યું છે. હવે ભારત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું પણ મોટું ઉત્પાદક બનશે. આજે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અને હું એ દિવસ જોઈ રહ્યો છું જ્યારે દુનિયાનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ પણ ભારતમાં બનશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો