દિલ્હીની યુવતી સાથે નિર્ભયા જેવો કાંડ બે દિવસ ગોંધી રાખી ગેંગરેપ કર્યો


- જમીનના વિવાદને લઇને યુવતીનું અપહરણ કર્યું

- ગાઝિયાબાદમાં લઇ જઇને યુવતીને પાંચ લોકોએ પુરી રાખી ગુપ્તાંગમાં સળીયો નાંખ્યો : અધમરી હાલતમાં હોસ્પિટલમાં દાખલ

ગાઝિયાબાદ : દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ જેવી ઘટના સામે આવી છે. સંપત્તિના વિવાદમાં દિલ્હીની એક મહિલાનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું જે બાદ ગાઝિયાબાદમાં લઇ જઇને ૨ દિવસ સુધી તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો. હાલ પીડિતાની સ્થિતિ અત્યંત ગંભીર છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે.

ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, પાંચ આરોપીઓએ બે દિવસ સુધી આ પીડિતા પર રેપ ગુજાર્યો હતો. બાદમાં આરોપીઓએ પીડિતાના ગુપ્ત ભાગે સળિયો પણ નાખ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે તપાસમાં સામે આવ્યું છે કે જે પણ આરોપીઓ છે તે પીડિતાને સારી રીતે ઓળખતા હતા અને બન્ને વચ્ચે સંપત્તિને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. હાલ આ સમગ્ર મામલાને લઇને પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે.  ઘટનાને પગલે દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ગાઝિયાબાદ પોલીસને નોટિસ જારી કરી છે અને સમગ્ર મામલે શુ કાર્યવાહી કરી તેનો જવાબ માગ્યો છે. ગાઝિયાબાદના એસપી નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે ૧૮મી ઓક્ટોબરના રોજ નંદીગ્રામ પોલીસને આશ્રમ રોડ પર એક મહિલા અંગે જાણકારી આપવામાં આવી હતી. હાલ આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓની પણ શોધખાળ ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો