વધતી મોંધવારીને કારણે યુરોપમાં હાહાકાર, લોકો રસ્તા પર ઉતર્યા


- ફ્રાંસ, જર્મની, રોમાનિયા સહિતના દેશોમાં વિરોધ પ્રદર્શનો

- ઘણા દેશોમાં ફુગાવો 9.9 ટકા થતાં, બ્રિટેનની જેમ યુરોપના 19 દેશોમાં પણ રાજકીય ઉથલપાથલની સંભાવના 

લંડન : દુનિયામાં વધતી મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. મોંઘવારીથી પરેશાન દેશોની યાદીમાં દુનિયાના અમીર યુરોપીય દેશો જેવા કે ફ્રાંસ,રોમાનિયા, જર્મની અને ચેક ગણરાજ્ય પણ શામેલ છે. આ દેશોમાં લોકો અનેક પ્રકારના વિરોધ પ્રર્દશનો કરીને સરકારોનું ધ્યાન વધતી મોંઘવારી તરફ ખેંચી રહ્યાં છે. રોમાનિયાની જનતાએ સરકારનું ધ્યાન ખેંચવા માટે રસ્તા ઉપર નિરંતર હોર્ન અને ઢોલ-નગારા વગાડયાં હતાં. જયારે, ફ્રાંસમાં લોકો વેતન વૃદ્ધિની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.  ચેક ગણરાજ્યમાં વીજળી સંકટને લઇને લોકો રસ્તા પર ઉતર્યા હતાં જયારે વેતન વૃદ્ધિ માટે જર્મન પાયલોટ અને બ્રિટિશ રેલવે કર્મીઓએ હડતાલ કરી હતી. 

યુરોપમાં વધતી મોંઘવારીની વિરૂદ્ધ થઇ રહેલાં પ્રર્દશનો અને હડતાળા ે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સામાન્ય જનતાએ કરવા પડતાં સંઘર્ષને રેખાંકિત કરે છે અને એ સાથે જ અહીંના દેશોમાં રાજ્કીય ઉથલપુથલની પણ સંભાવનાઓ ઊભી કરે છે. પોતાની નવી આર્થિક નીતિઓથી લથડતી અર્થવ્યવસ્થાને બેઠી ન કરી શકનાર  બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસે બે મહિનાથી પણ ઓછા સમયમાં રાજીનામું આપવું પડયું હતું.

રશિયાએ યુક્રેનમાં યુદ્ધ છેડતા યુરોપિયન દેશોના લોકોએ પોતાના વીજળીના બિલો અને ખાધ્ય પદાર્થોની કિંમતોમાં વૃદ્ધિનો સામનો કરવો પડી રહ્યો છે. 

બુ્રસેલ્સની થિંક ટેંકના મતે, પ્રાકૃતિક ગેસની કિંમતો તેના રેકોર્ડ સ્તરથી નીચે આવી છે, તે છતાં તે અહીંની જનતા માટે સંતોષકારક નથી. ઊર્જા માટે કરવી પડતી વધુ ચૂકવણીને કારણે યુરો ચલણનો ઉપયોગ કરતાં ૧૯ દેશોમાં ફુગાવો ૯.૯ ના દરે વધી રહ્યો છે. આ કારણે જ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે વલખા મારવા પડે છે અને તેમની પાસે રોડ પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. 

 ફ્રાંસ કે જયાં યુરોપના ૧૯ દેશોમાં સૌથી ઓછો ૬.૨ ટકા ફુગાવો છે, ત્યાં રેલવે અને પરિવહન કર્મીઓ, હાઇસ્કુલના ટીચરો  તથા સરકારી હોસ્પિટલનો સ્ટાફ અહીંંના સ્થાનિક તેલ સંઘના કર્મચારી દ્વારા વેતન વૃદ્ધિની માંગ સાથે બોલાવવામાં હડતાળમાં શામેલ થયાં હતાં. રિફાયનરી કર્મીઓ દ્વારા કરવામાં આવેલી હડતાળને કારણે અહીં પેટ્રોલ-ડીઝલની કમી સર્જાઈ છે. આ પ્રર્દશનો પર પ્રતિકિયા આપતાં ફ્રાંસ સરકારના મંત્રીએ તેને સરકાર વિરૂદ્ધ વામપંથી દળોનું ષડયંત્ર ગણાવ્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે