શેરબજારમાં દિવાળીના ફટાકડા ફૂટ્યાં: મુહુર્ત સેશનમાં સેન્સેકસ-નિફટી 1% ઉપર ખુલ્યાં


અમદાવાદ, તા. 24

દેશભરમાં આજે દિવાળીની ઉજવણી શરૂ થઈ છે. લક્ષ્મી પૂજન-ચોપડા પૂજનની સાથે ચોતરફ ફટાકડા ફૂટી રહ્યાં છે તેવામાં ભારતીય શેરબજારમાં દિવાળીનો માહોલ જામ્યો છે. દલાલ સ્ટ્રીટમાં પણ આજે તેજીના ફટાકડા ફૂટવાનું શરૂ થયું છે. HDFC બેંક-રિલાયન્સ-ICICI બેંક સહિતના હેવીવેઈટમાં તેજીને પગલે સેન્સેકસ-નિફટી મુહુર્ત સેશનમાં જ 1% ઉપર ખુલ્યાં છે.

એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ શુક્રવારના બંધ ભાવ 59,307ની સામે 59,804 પર ખુલ્યો છે અને નિફટી 50 ઈન્ડેકસ 17,777.55 પર ખુલ્યો છે. શરૂઆતી મિનિટોમાં બંને ઈન્ડેકસ 1.06-1.06%ના ઉછાળે અનુક્રમે 59,938 અને 17,763ના લેવલે કામકાજ કરી રહ્યાં છે.

આજની બજારની આતશબાજીનો શ્રેય બજાજ બંધુ-HDFC બંધુ અને ICICI બેંકને ફાળે જાય છે. આજના ટોપ ગેનર્સમાં લાર્સન એન્ડ ટુબ્રો શામેલ છે.


બ્રોડર માર્કેટ તરફ નજર કરીએ તો બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 0.75% અને બીએસઈ સ્મોલાકેપ ઈન્ડેકસ 1.13% ઉછળીને કામકાજ કરતા જોવા મળી રહ્યાં છે. આજે બીએસઈ ખાતે 2195 શેર વધીને તો 433 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે. 150 શેરમાં અપર સર્કિટ તો 68 શેરમાં લોઅર સર્કિટ છે.

વધુ વાંચો : મુહુર્ત ટ્રેડિંગ: દિવાળીના દિવસે બજાર 10 વર્ષમાં 7 વાર નફાકારક, શું તેજી ચાલુ રહેશે?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે