કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, બલ્ગેરિયાની યુવતીએ ગુનો દાખલ કરવા હાઈકોર્ટમાં કરી હતી અરજી
Cadila CMD Rajiv Modi Case : અંતે અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ હવે હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. માર્ચ 2023માં બનેલી ઘટના મામલે રાજીવ મોદી સામે ફરિયાદ કરાઈ છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354 અને 506(2) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, છારોડી કેડિલા ફાર્મ હાઉસમાં 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી શારીરિક દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજીવ મોદી સામે કેસ દાખલ કરવા મહિલાએ 27 પુરાવા સાથે કરી હતી પિટિશન મહત્વનું છે કે, કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુ...