‘GIFT સિટીની જેમ બિહારમાં દારૂ પીવાની છૂટ આપો’ જીતન રામ માંઝીએ નીતિશ સરકારને કરી માંગ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ગુજરાતની જેમ બિહારમાં પણ દારૂ પીવાની છૂટ આપવાની માંગ કરી છે. માંઝીએ કહ્યું કે જેમ ગાંધીનગર GIFT સિટીમાં દારૂબંધી કાયદામાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેવી રીતે બિહારમાં પણ દારૂના નિયમોમાં છૂટ આપવાની જરૂર છે. માંઝીએ કહ્યુ કે મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં ગુજરાતના દારૂબંધીનું નવુ મૉડલ લાગુ કરવું જોઇએ, કારણ કે તેનાથી વેપાર અને વિદેશી મુદ્રામાં વધારો થશે.

લિમિટેડ માત્રામાં દારૂનું સેવન ફાયદાકારક

બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “બિહારને સતત રાજસ્વનું નુકસાન થઇ રહ્યું છે. દારૂબંધી (2016માં)ને કારણે રાજ્યમાં પ્રવાસનને નુકસાન થયું છે. મે વારંવાર કહ્યું છે કે લિમિટેડ માત્રામાં દારૂનું સેવન ગરીબો અને મજૂરો સહિત અન્ય લોકો માટે ફાયદાકારક છે.” માંઝીએ કહ્યું, હું આ રીતના નિર્ણય લેવા માટે ગુજરાત સરકારનો આભાર માનું છું. જો બિહારમાં પણ આમ કરવામાં આવે તો વિદેશી મુદ્રામાં 10 ગણો વધારો થશે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ

જીતન રામ માંઝીએ નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું, “2005થી 2010 સુધી નીતિશ કુમારે દરેક ઘરમાં દારૂ આપ્યુ હતુ અને આજે તે કહી રહ્યાં છે કે દારૂ પીવાની વિરૂદ્ધ છે.” મહત્ત્વપૂર્ણ છે કે 2016માં બિહાર સરકારે રાજ્યભરમાં દારૂના વેચાણ, ખરીદી અને ભંડાર પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કોઇ પણ ગેરકાયદેસર રીતે કાયદાનું ઉલ્લંઘન કરતો જોવા મળે તો ભારે દંડ અને કડક સજાની જોગવાઇ છે. ગુજરાત સરકારે શુક્રવારે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સેવા આપનારી હોટલો, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂનું સેવન કરવાની પરવાનગી આપી છે. આ ગુજરાતમાં દારૂની છૂટ આપવાની પ્રથમ ઘટના છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો