ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે ગૃહ વિભાગે જાહેર કર્યા નિયમો, વાંચીલો આખી યાદી


GIFT City Liquor Permit SOP : ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ છે. ત્યારે આ મંજૂર મળતા જ વિપક્ષ દ્વારા ખુબ વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમો જાહેર કરાયા છે. જેમાં FL-3 લાયસન્સ ધારક માટે, લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ, ભલામણ કરનાર અધિકારી માટે અને અધિકૃત અધિકારી દ્વારા કાર્યપદ્ધતિ અનુસરવા બાબત SOP બહાર પાડવામાં આવી છે. જે નીચે મુજબ છે.

1. FL-3 લાયસન્સ ધારક માટે

  • 1) લાયસન્સ ધારકે લીકર ખરીદ-વેચાણના રોજબરોજના નિયત હિસાબો નમૂના FLR- 1, 2, 3, 4 & 5માં રાખવાના રહેશે. (નમૂના સામેલ છે.)
  • 2) લાયસન્સ ધારકે લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ સિવાયની કોઇપણ વ્યક્તિને લીકર પીરસી શકશે નહીં.
  • ૩) ઓથોરાઇઝડ પર્સન(નોકરનામા ધારક) સિવાય લાયસન્સ હેઠળનું સંચાલન અન્ય કોઇ વ્યક્તિ કરી શકશે નહી.
  • 4) લાયસન્સના માલિકોએ નોકરનામું મેળવવા માટે જિલ્લા અધીક્ષક, નશાબંધી અને આબકારી, ગાંધીનગરને નિયત અરજી કરીને મેળવી લેવાનું રહેશે. તેમજ FL-3 લાયસન્સ હેઠળ કામ કરતાં દરેક વ્યક્તિને લાયસન્સ ધારકે ઓળખકાર્ડ આપવાના રહેશે અને તેની માહિતી જિલ્લા નશાબંધી અને આબકારી અધીક્ષક, ગાંધીનગરને આપવાની રહેશે.
  • 5) લાયસન્સ ધારકે અધિકૃત અધિકારી દ્વારા મંજૂર કરેલ લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ખરી હોવાની ખાત્રી કર્યા બાદ જ પરમીટ ધારકને લીકર પીરસવા માટે આપી શકશે.
  • 6) લાયસન્સ ધારકે પોતાના દરેક કર્મચારીનો યુનિફોર્મ કોડ નેમ પ્લેટ સાથે રાખવાનો રહેશે.
  • 7) લાયસન્સ ધારક જે જગ્યા પર સીલબંધ લીકરની બોટલ રાખશે તે જગ્યાથી લઇને સમગ્ર વિસ્તાર સી.સી.ટી.વી. સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે. તેનું રેકોર્ડીંગ 3 માસ સુધીનું રાખવાનું રહેશે. સીસીટીવીનું રેકોર્ડીંગ નિયામક, નશાબંધી અને આબકારી દ્વારા આદેશ કરવામાં આવે ત્યારે રજુ કરવાનું રહેશે.
  • 8) વાઇન અને ડાઇન ફેસિલીટી અલાયદી રાખવાની રહેશે. લીકરનું સેવન કરવાની જગ્યા, સામાન્ય નાગરિક કે અવરજવર થતી હોય તેવી જાહેર જગા પર રાખી શકાશે નહી.
  • 9) વાઇન અને ડાઇન ફેસિલીટી એરીયામાં પ્રવેશ કરતો દરેક વ્યક્તિ અધિકૃત/ પરમીટ ધારક જ હોવો જોઇએ.
  • 10) વાઈન એન્ડ ડાઈન એરીયાના પ્રવેશદ્વારમાં લાયસન્સ ધારકે પોતાના સિક્યુરીટી સ્ટાફને રાખવાનો રહેશે.
  • 11) લીકર એકસેસ પરમીટ ધારકે પ્રવેશ દ્વારે પોતાનુ કાર્ડ બતાવવાનું રહેશે. તેવી જ રીતે ટેમ્પરરી પરમીટના કિસ્સામા તેમની સાથે આવેલ લીકર એકસેસ પરમીટ ધારકે તમામ ટેમ્પરરી પરમીટ ધારકોની જરૂરી એન્ટ્રી કરવાની રહેશે. ત્યાર બાદ જ તેમને લીકર સેવન માટે આપી શકાશે.
  • 12) નિયામક, નશાબંધી અને આબકારી સુચવે તે રીતે લાયસન્સ ધારકે સોફ્ટવેર નિભાવવાનું રહેશે. રોજે રોજનો હિસાબ તથા સ્ટોકપત્રક રાત્રીના 12:00 વાગ્યા સુધીમાં અપલોડ કરવાનો રહેશે.
  • 13) કોઇપણ પરમીટ ધારક વાઈન અને ડાઇન ફેસીલીટીમાં અઘટિત કૃત્ય કરે તો, સિક્યુરીટી સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક ત્યાંથી દૂર કરવા અને આનુષાંગિક કાયદાકીય કાર્યવાહી કરવાની જવાબદારી એફ.એલ-૩ લાઈસન્સ ધારકની રહેશે.
  • 14) લાયસન્સ ધારક દ્વારા પરમીટ ધારકને કઇ બ્રાન્ડનો લીકર કેટલી માત્રામાં, કથા સમયે, કેટલી કિંમત વસુલ કરી વેચાણ કરેલ છે, તેનું અધિકૃત વેચાણ બીલ અધિકૃતની સહી વાળું આપવાનું રહેશે. આવા બીલમાં રાજ્ય સરકાર અને ભારત સરકારના લેવામાં આવતા તમામ વેરા અલગથી દર્શાવવાના રહેશે. વધુમા બીલમાં FL-3 પરવાના ધારકનુ નામ, સરનામું, ફોન નંબર, લીકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ ધારક(તમામ)ના નામ સહિતની વિગતો દર્શાવવાની રહેશે તથા આવુ બીલ લીકર એકસેસ પરમીટ અથવા તમામ ટેમ્પરરી પરમીટ ધારકોના મોબાઇલ ઉપર ડીઝીટલી તાત્કાલિક મોકલી આપવાનુ રહેશે.
  • 15) એફ.એલ.3 લાયસન્સ ધારકે પોતાને જોઇતો લીકર જુદી જુદી બ્રાન્ડનો જથ્થો રાજ્યના એફ.એલ.૧ લાયસન્સ ધારક પાસેથી ખરીદ કરવાનો રહેશે અને જો કોઇ બ્રાન્ડ ખાસ પ્રકારની હોય તો વિદેશથી અથવા અન્ય રાજ્યમાંથી આયાત કરવા માટે નિયામકશ્રી, નશાબંધી અને આબકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની પૂર્વમંજૂરીના આધારે મેળવી શકશે.
  • 16) લાયસન્સ ધારકે રાજ્ય સરકારે નિયત કરેલી આબકારી જકાત, ટ્રાન્સપોર્ટ પરમીટ ફી, ઇમ્પોર્ટ પરમીટ ફી, સ્પેશિયલ ફ્રી તેમજ એક સ્થળેથી બીજા સ્થળે પરીવહન કરવા માટે એસ્કોર્ટ ચાર્જિસની રકમ નશાબંધી અને આબકારી ખાતાના નિયત કરેલા આવકના સદરે આગવી રકમ જમા કરાવવાની રહેશે. તે સિવાય રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવતી અન્ય કોઈ ફી, કર, વેરા વગેરે ચુકવવાના રહેશે.
  • 17) લાયસન્સધારકે ગીફ્ટ ફેસેલીટેશન કમિટી દ્વારા મંજુર થયેલ વિસ્તારમાં જ વાઇન અને ડાઇનની ફેસિલીટી માટે એરીયા(નકશો) મંજૂર કરાવેલ હોય તે સિવાય અન્ય કોઈ સ્થળે લીકર રાખી શકશે નહી કે પીરસી શકશે નહી.
  • 18) એફ.એલ.3 લાયસન્સધારક કોઇ પણ પરમીટધારકને લીકર બોટલ કે ટીન કે કોઈ અન્ય સ્વરૂપમાં વાઈન અને ડાઈન ફેસેલીટી વિસ્તારમાંથી બહાર કોઈ પણ સંજોગોમા લઇ જવા માટે આપી શકશે નહી. તેમજ તે જ રીતે કોઇ પણ પરમીટધારક લીકરની બોટલ વાઈન અને ડાઈન ફેસીલીટીની અંદર લઈ જઈ શકશે નહીં.
  • 19) એફ.એલ.3 લાયસન્સની જગા સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર અને કાયમી માળખામાં હોવી જોઇએ.
  • 20) એફ-એલ-3 લાયસન્સ ધારકે પ્રવર્તમાન તમામ કાયદાઓ, નિયમોનું પાલન કરવાનું રહેશે.

2. લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ

  • 1) લીકર એકસેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ મેળવનાર વ્યક્તિ 21 વર્ષથી વધુ વયના હોવા જોઇએ.
  • 2) લીકર એકસેસ પરમીટ મેળવતા પહેલાં સામેલ નમૂના મુજબ પ્રવર્તમાન કાયદા, નિયમોનું પાલન કરવા બાંહેધરી આપવાની રહેશે.
  • ૩) લીકર પરમીટ મેળવનારે તેઓ જયારે ગીફટ સીટીમાંથી નોકરી છોડે તેના પછીના ચાલુ દિવસમાં પોતાની પરમીટ રદ કરવા માટે રજૂ કરી દેવી પડશે.
  • 4) લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ ધારકે લીકર સેવન કર્યા બાદ પોતાની પરમીટ અને બીલ પોતાની પાસે રાખવાં પડશે. સક્ષમ સત્તાધિકારી તે પરમીટ તપાસવાની માંગણી કરે તો રજૂ કરવાની રહેશે.
  • 5) લીકર એકસેસ પરમીટધારક જ્યારે ટેમ્પરરી પરમીટધારક સાથે વાઇન એન્ડ ડાઇન ફેસીલીટીમા લઇને આવે ત્યારે સમગ્ર સમયગાળા દરમ્યાન ટેમ્પરરી પરમીટધારક સાથે રહેવાનુ રહેશે અને ટેમ્પરરી પરમીટ ધારકોને લીકર સેવન કર્યા અંગેનુ બીલ તમામને તેમના મોબાઇલ ઉપર ડીઝીટલી તાત્કાલિક મળે તે સુનિશ્ચિત કરવાનુ રહેશે.
  • 6) લીકર એકસેસ પરમીટ ધારકે પરમીટ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. જો પરમીટ ગુમ થાય અથવા તેમાં લખેલ નોંધનું લેખન અસ્વચ્છ થાય તો તુરંત નવી પરમીટ મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે.

3. ભલામણ કરનાર અધિકારી માટે

  • 1) ભલામણ અધિકારીએ કંપનીના ઓફિસિયલ લેટર પેડ ઉપર જ દરખાસ્ત કરવાની રહેશે.
  • 2) પરમીટ જે વ્યક્તિ માટે ભલામણ કરી હોય તે વ્યક્તિની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ. તે વ્યક્તિની ઉંમર, કાયમી અને હંગામી રહેઠાણ, નોકરી અંગેનો આધાર, ઓળખકાર્ડ વિગેરે ચકાસણી કર્યા બાદ જ તેની રેકર્ડ રાખીને પરમીટ મંજૂર/દરખાસ્ત કરવાની રહેશે.
  • ૩) લીકર એક્સેસ પરમીટધારક પાસેથી ૫રમીટ આપતાં પહેલાં પ્રવર્તમાન કાયદા-નિયમોનું પાલન કરવા સામેલ રાખેલ નમૂનામાં બાંહેધરી પત્ર રાખવાનું રહેશે.
  • 4) ભલામણ કરનાર અધિકારીએ પોતાની કચેરીમા લીકર પરમીટધારકોની અધ્યતન યાદી દર માસની ૦૫(પાંચ)મી તારીખ સુધીમાં અધિકૃત અધિકારીને જાહેર કરવાની રહેશે.

4. અધિકૃત અધિકારી દ્વારા કાર્યપદ્ધતિ અનુસરવા બાબત 

  • 1) ગીફ્ટ સીટીના અધિકૃત અધિકારી/અધિકારીઓની નિયુક્તિ કરીને ગીફ્ટ સીટીના એમ. ડી. એ નિયામક, નશાબંધી અને આબકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને લેખિત જાણ કરવાની રહેશે.
  • 2) જે તે કંપની/ઓર્ગેનાઇઝેશન/યુનિટના જવાબદાર કર્મચારી(ઓ)ને વાઇન અને ડાઇન ફેસિલીટીમાં લીકર સેવન કરવા માટે પરમીટ આપવા/ભલામણ કરવા અંગે Recommending Officer(s) ની નિયુક્તિ કરશે અને તેની જાણ અધિક્ષક, નશાબંધી અને આબકારી, ગાંધીનગરને લેખિતમાં કરશે.
  • ૩) એફ.એલ-૩ લાયસન્સનું સંચાલન યોગ્ય રીતે થતું ન હોય તો અધિકૃત અધિકારીએ તુરંત નિયામક, નશાબંધી અને આબકારી, ગાંધીનગરને જાણ કરવાની રહેશે.
  • 4) અધિકૃત અધિકારી દ્વારા ભલામણ અધિકારી દ્વારા મોકલેલ દરખાસ્તોને ચકાસણી કરીને લીકર એકસેસ પરમીટ નિયત નમૂનામાં આપવામાં આવશે.
  • 5) અધિકૃત અધિકારી દ્વારા ભલામણ અધિકારી દ્વારા આપવામાં આવતી ટેમ્પરરી પરમીટની સમયાંતરે ચકાસણી કરવાની રહેશે અને જો કોઇ ભલામણ અધિકારી દ્વારા તેનો દુરુપયોગ કરવાાં આવતો હોય તો નિયમોનુસારની કાર્યવાહી કરવાની રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો