લીબિયામાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 61 અપ્રવાસીનાં મોત, મૃતકોમાં બાળક-મહિલાઓ પણ સામેલ
image : Representative image |
Libiya boat accident | લીબિયાના સમુદ્ર કિનારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અપ્રવાસીઓથી ભરેલી એક બોટ પલટી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. લીબિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન (IOM) એ જણાવ્યું કે એક દુઃખદ જહાજ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 61 અપ્રવાસીઓ ડૂબી ગયા હતા.
બોટમાં કેટલા લોકો સવાર હતા?
માહિતી અનુસાર જીવીત બચી ગયેલા લોકોએ કહ્યું કે આ બોટમાં આશરે 86 લોકો સવાર હતા. આ બોટ લીબિયાના જવારા શહેરથી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે લીબિયા જ્યાં 2011માં નાટો સમર્થિત બળવા બાદથી અસ્થિરતા ફેલાઈ છે અને સમુદ્રના માર્ગે યુરોપ પહોંચવા માગતા લોકો અહીંથી જ બોટના માધ્યમથી દરિયામાં મોતની સફર કરવા નીકળી પડે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે માનવ તસ્કરી નેટવર્ક મુખ્યરૂપે સૈન્ય જૂથ દ્વારા ચલાવાય છે જે આ દરિયા કિનારાના ક્ષેત્રો પર નિયંત્રણ ધરાવે છે.
Comments
Post a Comment