'હવે તમારો અંત નજીક, સરેન્ડર કરી દો..' ઈઝરાયલી PM નેતન્યાહૂની હમાસના આતંકીઓને ચેતવણી
Israel vs Hamas war | ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને સરેન્ડર કરી દેવાની ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે હવે પેલેસ્ટિની સમૂહનો અંત નજીક છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ થયાને બે મહિનાથી વધુ સમય વીતી જવાં છતાં હજુ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે.
શું બોલ્યા નેતન્યાહૂ?
નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે યુદ્ધ હજુ પણ ચાલુ જ છે પણ હમાસના અંતની શરૂઆત થઈ ચૂકી છે. હું હમાસના આતંકીઓને કહેવા માગુ છું કે આ ખતમ થઇ ગયું છે. યાહ્યા સિનવાર (ગાઝા પટ્ટીમાં હમાસનો પ્રમુખ) માટે ન મરશો. હવે આત્મસમર્પણ કરી દો. ગત છેલ્લા કેટલાક દિવસોથી ડઝનેક હમાસ આતંકીઓઅ અમારી સેના સામે આત્મસમર્પણ કર્યું છે.
ઈઝરાયલે કોઈ પુરાવા નથી આપ્યા
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલી સૈન્ય ભલે આ દાવો કરી રહી છે પરંતુ તેણે હજુ સુધી હમાસ દ્વારા આત્મસમર્પણના કોઈ પુરાવા નથી આપ્યા અને હમાસે પણ આવા દાવાને નકારી કાઢ્યા છે. લગભગ એક મહિના પહેલા ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોગ ગેલેન્ટે કહ્યું હતું કે હમાસે ગાઝા પર નિયંત્રણ ગુમાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલના હુમલાઓમાં અત્યાર સુધીમાં ગાઝામાં 18000 જેટલા લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ છે.
Comments
Post a Comment