Photo : વાવાઝોડું ‘માઈચૌંગ’ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયા બાદ ઉત્તર તરફ આગળ વધ્યું, વરસાદનો કહેર યથાવત્

અમરાવતી, તા.05 નવેમ્બર-2023, મંગળવાર

ભીષણ વાવાઝોડું માઈચૌંગ (Maichong Cyclone) આજે બપોરે બાપટલા જિલ્લા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પ્રતિ કલાક 90-100ની સ્પીડે ટકરાઈ આગળ નીકળી ગયું છે. અમરાવતી હવામાન વિભાગ કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધવાની તેમજ નબળું પડી ચક્રવાતી તોફાનમાં તબદીલ થવાની સંભાવના છે. એક સત્તાવાર નિવેદન મુજબ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું વાતાવારણ છેલ્લા 6 કલાકમાં 11 કિમી સ્પીડે દક્ષિણ આંધ્રપ્રદેશ દરિયાકાઠા પાસેથી થઈને ઉત્તર તરફ આગળ વધ્યું છે, જે બપોરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું હતું.


વાવાઝોડાના કારણે દક્ષિણ રાજ્યોના અસરગ્રસ્ત જિલ્લામાં ભારે તબાહી

ઉલ્લેખનિય છે કે, માઈચૌંગ વાવાઝોડાએ દક્ષિણ રાજ્યોના અસરગ્રસ્ત જિલ્લામાં ભારે તબાહી સર્જી છે. વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ અહીં ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઉપરાંત ભારે પુર જેવી પણ સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડું અને ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ.એસ.જગન રેડ્ડી (YS Jagan Mohan Reddy)એ વાવાઝોડાના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આજે એક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં રાહત અને નુકસાનના આંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.


મુખ્યમંત્રી રેડ્ડીએ વળતર આપવા આપ્યો આદેસ

સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લામાં ચાલી રહેલા રાહતના પ્રયાસો અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રી રેડ્ડીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલીક વીજળી ફરી શરૂ કરવા પગલા લેવા તેમજ પીડિતોને વળતરની રકમ ચુકવવા આદેશ આપ્યો છે. દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ તેમજ કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે, તેના કારણે રાહત અને બચાવ કાર્યમાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ઘણા જિલ્લાઓમાં પાણી ભરાયા હોવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે, તો લોકોને ઘરમાંથી બહાર આવવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.


એલુરુ જિલ્લાની સ્કુલોમાં રજા જાહેર કરાઈ

અનાકાપલ્લે જિલ્લામાં 52 પુનર્વસન કેન્દ્રો જાહેર કરાયા છે અને 60 હજારથી વધુ લોકોને રહેવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઉપરાંત રાજ્ય સરકારે 4 લાખ ટન અનાજને ભીના થવાથી બચાવવા પણ પગલાં લીધા છે. એલુરુ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વાવાઝોડાના કારણે નેલ્લોર જિલ્લાના સર્વપલ્લીમાં ખેડૂતોને ભારે નુકાસન થયું છે, જેમાં ડાંગરનો પાક નાશ પામ્યો છે. 



Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો