રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર સ્વિકારી, રાજ્યપાલ કલરાજ મિશ્રાને આપ્યું રાજીનામું

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર સ્વીકારી લીધી છે અને તેઓ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું. ગેહલોતે કહ્યું કે “અમે જનાદેશનું સન્માન કરીએ છીએ”.

રાજસ્થાનમાં પીએમ મોદીના ફેસ સાથે મોટી લીડ સાથે રાજસ્થાનમાં જીત મેળવી છે. રાજસ્થાનમાં ભાજપ બંપર બેઠકો સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, તેમાં ભાજપ 115થી વધુ બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 67 બેઠકો પર આગળ છે. બહુમતી માટે 100 જીતવી જરૂરી છે. ત્યારે ભાજપ બહુમતીના આંકડાને પાર કરી ચૂકતા સ્પષ્ટ પરિણામ નજરે પડ્યું છે.

રાજસ્થાનમાં ગેહલોતનો જાદુ ના ચાલ્યો અને કમળ ખીલ્યું છે. હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને અશોક ગેહલોત મુખ્યમંત્રી છે. રાજસ્થાનની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ પરિણામો બાદ આજે રાજીનામું ધર્યું છે. સરદારપુરા બેઠકથી અશોક ગેહલોતની જીત થઈ છે.

રાજસ્થાનમાં કોને મુખ્યમંત્રી બનાવી શકે છે ભાજપ?

હવે સવાલ એ છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ બનશે? શું વસુંધરા રાજે સિંધિયા જ મુખ્યમંત્રી હશે કે પછી ભાજપ કોઈ નવા ચહેરા પર દાવ ખેલશે? આ ચર્ચાનું કારણ એ છે કે ભાજપે છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કર્યો ન હતો. બીજી તરફ, વસુંધરા રાજેની લોકપ્રિયતા ઘટી છે જ્યારે તિજારા વિધાનસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર (સાંસદ) બાલકનાથની લોકપ્રિયતા વધી છે. તેઓ રાજસ્થાનના લોકપ્રિય કોંગ્રેસી નેતા અશોક ગેહલોત પછી બીજા ક્રમે છે. એક એક્ઝિટ પોલમાં પણ દસ ટકા લોકોએ બાલકનાથને મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદ ગણાવ્યા હતા. આ સ્થિતિમાં ભાજપ તેમને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. આ સિવાય દીયા કુમારી, ભૂપેન્દ્ર યાદવ, ઓમ બિરલા, ગજેન્દ્ર સિંહ શેખાવત અને અશ્વિની વૈષ્ણવનું નામ ચર્ચામાં છે.

રસપ્રદ વાત એ છે કે બાલકનાથ રાજસ્થાનના ‘યોગી’ ગણાય છે. વળી, તેઓ એ જ નાથ સંપ્રદાયના સંત છે, જેની સાથે ઉત્તર પ્રદેશના મુખ્મંયત્રી યોગી આદિત્યનાથ સંકળાયેલા છે. બાલકનાથ રોહતકના બાબા મસ્તનાથ મઠના મહંત છે. નાથ સંપ્રદાયની પરંપરામાં ગોરખપુર ગાદી પર બિરાજમાન સંતને રાષ્ટ્રીય અધ્યક્ષ અને રોહતકની ગાદી પર બિરાજમાન સંતને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો દરજ્જો મળેલો છે. એ રીતે નાથ સંપ્રદાયમાં યોગી આદિત્યનાથ પછી બાલકનાથ બીજા ક્રમે છે.

રાજસ્થાનમાં 74.13 ટકા મતદાન થયું હતું

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું 25 નવેમ્બરે મતદાન થયું હતું, રાજ્યના મતદારોએ ગત વર્ષ કરતા આ વર્ષે 74.13 ટકા મતદાન કર્યું હતું. નવી સરકારની પસંદગી કરવા માટે 74.72 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 74.53 ટકા પુરુષોએ પણ મતદાન કર્યું હતું. રાજસ્થાનની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો