યુદ્ધની તૈયારી ? પાકિસ્તાને ભારતીય સરહદ પાસે એરફીલ્ડ બનાવ્યા, ચાઈનીઝ તોપો તૈનાત

નવી દિલ્હી, તા.27 નવેમ્બર-2023, બુધવાર

પાકિસ્તાને ભારતીય સરહદથી લગભગ 20 કિલોમીટર દૂર નવું એરફીલ્ડ બનાવ્યું છે, જ્યાં ચાઈનીઝ H-15SP હૉવિત્ઝર તોપો પણ તૈનાત કરાઈ છે. આ એરફીલ્ડ લાહોર પાસે બનાવાયું છે. પાકિસ્તાન એરફિલ્ડનો ઉપયોગ ફ્લાઈટ માટે કરશે કે પછી મિલિટ્રી માટે, તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પાકિસ્તાની અધિકારીઓ અને સેનાના લોકોએ પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. કેટલાક લોકોનું કહેવું છે કે, આ એરફીલ્ડ ટ્રેનિંગ સ્કુલ માટે બનાવાઈ છે અને તેનો ઉપયોગ પાકિસ્તાની સેના કરશે. એવી પણ માનવામાં આવી રહ્યું છે કે, આ એરફીલ્ડનો હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય વિમાનો માટે ઉપયોગ કરાશે. જોકે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે,  આ એરફિલ્ડનો ઉપયોગ ચીન અને તુર્કેઈથી મંગાવાયેલા ડ્રોન માટે કરવામાં આવશે. ઉપરાંત આ એરફીલ્ડ ભારતીય સરહદથી 20 કિલોમીટર દૂર છે, તેથી ત્યાંથી UAV લોન્ચ કરવાનું સરળ રહેશે.

સરહદ પર ચીનથી મંગાવાયેલી તોપો તૈનાત કરાઈ

પાકિસ્તાની સેનાએ પોતાની 28મી અને 32મી આર્ટિલરી રેજિમેન્ટ્સને ચાઈનીઝ તોપોથી ભરી દીધી છે. પાકિસ્તાને ચીનથી SH-15 Self-Propelled (SP) ખરીદ્યા હતા, જે તેણે સસ્તા ભાવે ચીન પાસેથી ખરીદ્યા હતા. આ બંને રેઝિમેન્ટ્સ પાકિસ્તાનની બીજી આર્ટિલરી ડિવિઝનમાં સામેલ છે અને તે ભારતના પંજાબ અને રાજસ્થાન સરહદ પાસે એક્ટીવ રહેતી હોય છે. ચીન દ્વારા બનાવાયેલી SH-15SP સ્ટેટ-ઓફ-ધ-આર્ટ હૉવિત્ઝર તોપ છે. પાકિસ્તાને 2019માં ચીન પાસેથી આવી 236 તોપોની માંગ કરી હતી. હાલ પાકિસ્તાનને 45 તોપો મળી છે. પાકિસ્તાની સેના ત્રણ આર્ટિલરી રેજિમેન્ટને અપડેટ કરી રહી છે, જેમાં ત્રણેયમાં 18 તોપ સામેલ કરાશે.

પાકિસ્તાને તૈનાત કરેલી ચાઈનીઝ તોપની ખાસીયત

પાકિસ્તાને તૈનાત કરેલી ચાઈનીઝ તોપ 25 ટનની છે, તેની લંબાઈ 24.4 ફુટ, પહોંળાઈ 8.9 ફુટ, ઊંચાઈ 11.10 ફુટ છે. આ તોપ ચલાવવા 6 લોકોના જરૂર પડે છે. આ 155x52 કેલિબરીની તોપ છે. આમાં સેમી-ઓટોમેટિક વર્ટિકલ વેબ ટાઈપ બ્રીચ બ્લૉક ટેકનોલોજી સામેલ છે. આ તોપ 20થી 70 ડિગ્રીના એંગર પર ગોળો ફેંકી શકે છે. ઉપરાંત 360 ડિગ્રી સુધી ગોળ ફરીને પણ ગોળો ફેંકવાની ક્ષમતા ધરાવે છે. આનાથી 1 મિનિટમાં 4થી 6 ગોળો છોડી શકાય છે, તેની રેંજ 20 કિલોમીટરની છે. જો આમાં રૉકેટ અસિસ્ટેડ પ્રોજેક્ટાઈલનો ઉપયોગ થાય તો તેનાથી 53 કિલોમીટર દૂર સુધી ગોળો છોડી શકાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો