કૉલ આવતા જ કૉલરનું નામ જોવા નહીં મળે... ટેલિકોમ બિલમાં કંપનીઓને મોટી રાહત

નવી દિલ્હી, તા.29 નવેમ્બર-2023, શુક્રવાર

Caller ID Display Is Not Compulsory : કેન્દ્ર સરકારે નવા ટેલિકોમ્યુનિકેશન બિલ (Telecommunication Bill)માં તમામ ટેલીકૉમ સર્વિસ પ્રોવાઈડર્સને રાહત આપી છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રાઈએ નવા ટેલીકૉમ બિલમાં CNAP (કૉલર નેમ પ્રેઝેન્ટેશન) એટલે કે ‘નંબરની સાથે કૉલ કરનારનું નામ ફરજિયાત બતાવવા’ દરખાસ્ત મુકી હતી. ટેલીકોમ બિલના ડ્રાફ્ટમાં પણ નવા કાયદાનો ઉમેરો કરાયો હતો, જોકે ડ્રાફ્ટ પર અંતિમ મહોર વાગે તે પહેલા ડ્રાફ્ટમાંથી TRAIની દરખાસ્ત હટાવી દેવાઈ છે.

નવા વિધેયકમાંથી CNAPને ફરજિયાત કરવાના મુદ્દાને હટાવાયો

નવું ટેલીકૉમ વિધેયક પસાર થઈ ગયું છે. આ વિધેયકમાંથી CNAPને ફરજિયાત કરવાના મુદ્દાને હટાવી દેવાયો છે. આ ફીચરના કારણે યુઝર્સને નંબર સાથે કૉલ કરનારનું નામ પણ જોવા મળતું... જોકે હવે નવી દરખાસ્તને રદ કરી દેવાઈ છે. વાસ્તવમાં કોઈપણ વ્યક્તિને કૉલ આવે ત્યારે ટેલીકૉમ કંપનીઓએ નંબરની સાથે રજીસ્ટર્ડ થયેલ કૉલ કરનારનું નામ પણ દર્શાવાનું હતું.

ટ્રાઈની દરખાસ્તને ટેલીકૉમ કંપનીઓનો વિરોધ

ટેલીકૉમ કંપનીઓ ટ્રાઈની CNAPની દરખાસ્તનો શરૂઆતથી જ વિરોધ કરી રહી હતી. અહેવાલો મુજબ ટ્રાઈ દ્વારા સૂચિત કરાયેલ ફીચરને ગોપનીયતા સમસ્યાઓ અને ડેટા ભંગના જોખમના કારણે ડ્રાફ્ટમાંથી હટાવી દેવાયો છે. ટેલીકૉમ કંપનીઓ માટે આ નિર્ણય મોટી રાહતની બાબત છે, કારણ કે નવા ફીચર્સના કારણે કંપનીઓ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચનો બોજો વધી જાત. એક તરફ ટ્રાય નવા ફીચરને ફરજિયાત બનાવવા સૂચન આપી રહી હતી, તો બીજીતરફ ટેલિકોમ્યુનિકેશન વિભાગ ગોપનીયતાના કારણે નવા ફીચરને લાગુ કરવા માંગતી ન હતી.

ટ્રુકૉલરને પણ થશે ફાયદો

કેન્દ્ર સરકારના નિર્ણયથી માત્ર ટેલીકૉમ કંપનીઓ જ નહીં, ટ્રુકૉલર (Truecaller) જેવી એપને પણ ફાયદો થશે. જો નવા ફીચરનો અમલ થાત તો કોઈપણ યુઝર્સને ટ્રુકૉલર જેવી એપ જરૂર નથી. આ નિર્ણયથી ટ્રુકૉલર જેવી એપો મોટા નુકસાનથી બચી છે. કૉલર ID માટે ટ્રુકૉલરનો ઉપયોગ મોટાપ્રમાણમાં થાય છે. આ એપ ઘણી પૉપ્યુલર છે.

જોકે આ એપ CNAPની જેમ કામ કરતી નથી. નવા ફીચર CNAPની ખાસિયત મુજબ માત્ર નંબરમાં રજીસ્ટર્ડ થયેલ નામ કૉલર પર જોવા મળવાનું હતું. જ્યારે ટ્રુકૉલર યુઝર્સના ડેટા મુજબ નામ શો કરતું હોય છે. એટલે કે ટ્રુકૉલરના ડેટા બેઝમાં દાખલ કરાયેલું નામ જ કૉલર IDમાં જોવા મળે છે અથવા કોન્ટેક્ટે જે નામથી નંબર સેવ કર્યો હશે, એપ તે નામ બતાવતું હોય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો