અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણામંત્રી કોણ ? RBI ગર્વનરની કેટલી સેલેરી ? રઘુરામ રાજને આપ્યા તમામ જવાબ

નવી દિલ્હી, તા.26 નવેમ્બર-2023, મંગળવાર

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને (Raghuram Rajan) દેશમાં અત્યાર સુધીમાં શ્રેષ્ઠ નાણામંત્રી અને પોતાની સેલેરી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે હું ગર્વનર હતો ત્યારે મને 4 લાખ રૂપિયાની સેલેરી મળતી હતી, પરંતુ તેમના માટે સેલેરી મોટો લાભ ન હતો, તેમના માટે મોટો લાભ આરબીઆઈ ગર્વનરને મળેલું ઘર છે. તેમણે દેશમાં અત્યાર સુધીના સૌથી બેસ્ટ નાણામંત્રી અંગે પણ પોતાનો વિચાર રજુ કર્યો છે.

રાજનને ગર્વનર તરીકે 4 લાખ પગાર મળતો હતો

એક પૉડકાસ્ટરમાં યૂટ્યુબ ચેનલ પર ઈન્ટરવ્યુ દરમિયાન રઘુરામ રાજને કહ્યું કે, તેમને આરબીઆઈ ગર્વનર તરીકે 4 લાખનો પગાર મળતો હતો, જોકે તેનાથી પણ વધુ લાભ ઘર છે. તેમણે કહ્યું કે, આરબીઆઈ ગર્વનર હોવાના કારણે તેમને મુંબઈમાં માલાબાર હિલ પર ધીરુભાઈ અંબાણીના ઘરથી કેટલાક બ્લોક દુર મોટું ઘર મળ્યું હતું. રાજને ઘરના કેલક્યુલેશન અંગે કહ્યું કે, જો તેઓ ઘર વેચી દે અથવા ભાડા પર આપે તો લગભગ 450 કરોડ રૂપિયા મળી શકતા હતા. જો રોકાણ કરે તો આપણે આરબીઆઈના તમામ મુખ્ય અધિકારીઓને પગાર આપી શકીએ છીએ. તેમણે કહ્યું કે, ગર્વનર માટે એક એપાર્ટમેન્ટની જરૂર હતી, પરંતુ આ એક શાનદાર ઘર છે.

રઘુરામ રાજનના દૃષ્ટિકોણથી શ્રેષ્ઠ નાણામંત્રી કોણ છે?

રઘુરામ રાજને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને યશવંત સિન્હા (Yashwant Sinha)ને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી હોવાનો મત વ્યક્ત કર્યો છે. યશવંત સિન્હા એનડીએ સરકારમાં 2 વખત નાણામંત્રી બન્યા હતા. તેમણે કહ્યું કે, પી.ચિદમ્બરમે પણ નાણામંત્રી તરીકે સારા કામ કર્યા છે.

મનમોહન અન યશવંત સિન્હા જ કેમ શ્રેષ્ઠ નાણામંત્રી ?

રઘુરામ રાજને કહ્યું કે, 90ના દાયકાની શરૂઆતમાં ડૉક્ટર મનમોહન સિંહે (Manmohan Singh) મોટા ઉદારીકરણ કર્યા હતા, જે દેશ માટે મહત્વનું પરિવર્તન હતું. આ કારણે દેશનો વિકાસ પણ ઝડપી બન્યો. તે સમયે પીવી નરસિમ્હા રાવ તત્કાલીન વડાપ્રધાન હતા. તેમણે કહ્યું કે, નરસિમ્હા રાવ અને મનમોહન સિંહે વિકાસની ઝડપને નિર્ધારિત કરી હતી. યશવંત સિંહા અંગે રાજને કહ્યું કે, તેમનો મનમોહન જેવો સપોર્ટ મળ્યો નથી, તેમ છતાં યશવંત સિન્હા વ્યાજદરો ઘટાડવામાં, નેશનલ હાઈવે ઓથોરિટીને ફંડ ફાળવવામાં મદદ કરવામાં, પેટ્રોલિયમ ઉદ્યોગને નિયંત્રણમાંથી મુક્ત કરવા જેવી ઘણી બાબતોમાં મોટા ફેરફાર કર્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો