અમેરિકામાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા માટે ‘કોંગ્રેસનલ કૉકસ’ બનાવવાની જાહેરાત

વોશિંગ્ટન, તા.20 નવેમ્બર-2023, બુધવાર

રિપબ્લિકન ધારાસભ્યો પીટ સેશન્સ (Pete Sessions) અને એલિસ સ્ટેફનિકે (Elise Stefanik) હિન્દુ લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવા અને અમેરિકન કોંગ્રેસમાં તેમના મુદ્દાઓ ઉઠાવવા માટે ‘કોંગ્રેસનલ હિન્દુ કોકસ’ (Congressional Hindu Caucus)ની રચના કરવાની જાહેરાત કરી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, મૂળ 115મી કોંગ્રેસ દરમિયાન સ્થપાયેલ ‘કૉકસ’એ હિન્દુ-અમેરિકી સમુદાય (Hindu-American community) અને નીતિ ઘડવૈયાઓ વચ્ચે સંબંધો વિકસાવવા મુખ્ય ભૂમિકા નિભાવી છે. પીટ સેશંસે કહ્યું કે, ‘કોંગ્રેસનલ કૉકસની શરૂઆત આપણા દેશની રાજધાનીમાં વસતા હિન્દુ-અમેરિકી સમાજના મુદ્દાઓ ઉઠાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. અમે તેમની સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીશું. સરકાર તેમનો અવાજ સાંભળે તેની ખાતરી કરવા અમે પ્રતિબંધ છીએ.

‘કોંગ્રેસનલ કૉકસ’માં શિખ, જૈન અને બૌદ્ધ ધર્મના સભ્યો સામેલ કરાશે

નિવેદનમાં જણાવાયું છે કે, ‘કોંગ્રેસનલ કૉકસ’માં અન્ય ધર્મો જેમ કે શિખ, જૈન અને બૌદ્ધ ધર્મના સભ્યોનો સમાવેશ કરાશે. તેમાં જણાવાયું છે કે, સાંસદ પીટ સેશંસ અને સ્ટેફનિકની અધ્યક્ષતામાં કોંગ્રેસનલ હિન્દુ કૉકસ તે બાબતોનું પ્રતિનિધિત્વ કરવા માટે સમર્પિત છે, જે હિન્દુ-અમેરિકન સમાજ માટે મુખ્ય છે. આ સમૂહ (કૉકસ) ભારત, નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ભૂટાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બ્રિટન અને નેધરલેન્ડ સહિત જુદા જુદા દેશોના હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે.

ધારાશાસ્ત્રીઓના મતે, ‘કોંગ્રેસનલ હિંદુ કૉકસ’ મુક્ત સાહસ, મર્યાદિત સરકાર, રાજકોષીય શિસ્ત, મજબૂત કૌટુંબિક મૂલ્યો અને સરમુખત્યારશાહી શાસન સામે મજબૂત વિદેશ નીતિના વલણની હિમાયત કરે છે. આ સક્રિય અભિગમ માત્ર વોશિંગ્ટનમાં હિંદુ-અમેરિકન હાજરીને જ મજબૂત બનાવતો નથી પરંતુ વધુ પ્રતિનિધિ અને વૈવિધ્યસભર રાષ્ટ્રને આકાર આપવામાં તેનો પ્રભાવ પણ વધારે છે. કૉકસમાં પીટ સેશંસ અને સ્ટેફનિક ઉપરાંત કોંગ્રેસમેન એન્ડી બિગ્સ જેવા સભ્યો પણ સામેલ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો