ચલણી નોટ પર જોવા મળશે ‘મહાકાલ લોકનું ચિત્ર’ ? નાણા મંત્રાલયે RBIને મોકલ્યો પ્રસ્તાવ
નવી દિલ્હી, તા.1 ડિસેમ્બર-2023, શુક્રવાર
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં ભવ્યાતિભવ્ય મહાકાલ લોક (Mahakal Lok) બન્યું છે. મહાકાલની નગરીને વિશ્વભરમાં ઓળખ મળી છે. આ મંદિરનો રોજ-બરોજ હજારો લોકો દર્શને આવતા હોય છે, ત્યારે હવે ભારતની ચલણી નોટો પર પણ ‘મહાકાલ લોકનું ચિત્ર’ જોવા મળી શકે છે. ઉજ્જૈનના સાહિત્યકાર સંતોષ સુપેકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને નાણામંત્રી નિર્મલા સિતારામન (Nirmala Sitharaman)ને પત્ર લખી ભારતીય નોટ (Indian Currency) પર મહાકાલ લોકનું ચિત્ર પ્રકાશિત કરવા માંગ કરી છે. નાણા મંત્રાલયે પણ સાહિત્યકારના પત્ર પર વિચાર કરવા ભારતીય રિઝર્વ બેંક (RBI)ને કહ્યું છે.
પોસ્ટની ટિકિટ પર પણ મહાકાલ લોકનું ચિત્ર દર્શાવવા માંગ
સુપેકરે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ પત્ર લખ્યો છે. તેમણે પોસ્ટની ટિકિટ પર પણ મહાકાલ લોકનું ચિત્ર દર્શાવવા માંગ કરી છે. સાહિત્યકાર સુપેકર દ્વારા લખાયેલા પત્રનો નાણામંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ જવાબ આપી પત્ર લખ્યો છે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 11 ઓક્ટોબરે ઉજ્જૈનમાં મહાલોકનો શુભારંભ કરાવ્યો હતો.
Comments
Post a Comment