BCCIનો મોટો નિર્ણય : IPLની સ્પોન્સરશિપમાં ચીનની એન્ટ્રી પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી, તા.26 નવેમ્બર-2023, મંગળવાર

ઈન્ડિયી પ્રીમિયર લીગ (IPL-2024)માં સ્પોન્સરશિપ અંગે BCCIએ મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ IPLમાં ચીનની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ દુબઈમાં મીની ઓક્શન યોજાયું હતું, જેમાં ખેલાડીઓ પર નાણાં વરસાદ કરાયો છે. બીજીતરફ બીસીસીઆઈએ ચીનને મોટો ફટકો આપી IPLમાં તેની એન્ટ્રી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી છે. આઈપીએલ 2024 માટે ટાઈટલ સ્પૉન્સરની શોધ કરી રહી છે. તાજેતરમાં જ ભારતના ચીન સાથે સંબંધોમાં વધુ બગડ્યા છે, જેના કારણે બીસીસીઆઈ ટાઈટલ સ્પોન્સરશિપ માટે ચીન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાની તૈયારીમાં છે.

ટાઈટલ સ્પોન્સરશિપ બેઝ પ્રાઈઝ રૂ.360 કરોડ

ટાઈટલ સ્પોન્સરશિપ માટે પ્રતિ વર્ષ બેઝ પ્રાઈઝ 360 કરોડ રૂપિયા છે, ત્યારબાદ હરાજીના આધારે ટેન્ડર આપવામાં આવશે. અગાઉ ચીનની સ્માર્ટફોન કંપની વીવો ટાઈટલ સ્પૉન્સર બન્યું હતું. જોકે વર્ષ 2020માં ભારત-ચીન બોર્ડર પર સ્થિતિ વણસી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ વીવોને હાંકી કાઢવાનો નિર્ણય લીધો અને એક વર્ષ માટે ટાટાને ટાઈટલ સ્પૉન્સર આપ્યું.

BCCIએ ટેન્ડરમાં શું લખ્યું ?

બીસીસીઆઈ ટેન્ડરમાં લખ્યું છે કે, ભારતના જે દેશો સાથે સારા સંબંધો નથી, તે દેશો સાથે બિડરનો કોઈ સંબંધ ન હોવો જોઈએ. જો આવી બાબત સામે આવશે તો તેણે પોતાના શેર હોલ્ડરની તમામ માહિતી બોર્ડને આપવી પડશે અને ત્યારબાદ બિડ પર નિર્ણય કરાશે. એટલું જ નહીં બીસીસીઆઈએ ફેન્ટસી ગેમ, ક્રિપ્ટોકરન્સી અને સટ્ટાબાજી સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ઉપરાંત જે કંપનીઓ રમત-ગમતના કપડા બનાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી રહી છે, તે પણ સ્પોન્સરશિપ માટે બિડ કરી શકશે નહીં. ઉલ્લેખનિય છે કે, ટાઈટલ સ્પોન્સરશિપનો કોન્ટ્રાક્ટ 5 વર્ષનો હોય છે. એટલે કે હવેનો નવો કોન્ટ્રાક્ટ 2024થી 2029 સુધીનો રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો