ઈઝરાયલે હમાસ સામેના યુદ્ધમાં AIનો ઉપયોગ કર્યો હોવાનો અહેવાલ, 12 હજારથી વધુ ટાર્ગેટ કરાયા હીટ

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈલનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે 6 દિવસીય યુદ્વવિરામ સમાપ્ત થયા બાદ ગાઝા પટ્ટીમાં ફરી હુમલાઓ શરુ થઇ ગયા છે. એક રીપોર્ટ અનુસાર ઇઝરાયેલ આ હુમલા માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટેકનોલોઝીના ખાસ ટુલ્સનો ઉપયોગ કરી રહ્યું છે. તેમના નામ છે ગોસ્પેલ એલકમીસ્ટ અને ડેપ્થ ઓફ વિઝડમ. આ સિસ્ટમો ખાસ ડીઝાઇન કરવામાં આવી છે અને લક્ષ્યને લોક કરવા અને નાશ કરવા માટે માર્ગદર્શિત આદેશોથી સજ્જ છે.ગાઝામાં હમાસ સાથેના યુદ્ધમાં AI સાધનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઇઝરાયેલ બે વર્ષ પહેલા તૈયારી કરી લીધી હતી

2021માં,ઇઝરાયેલ ગાઝામાં પેલેસ્ટીનીયનો સામે બદલો લેવા માટે 'ઓપરેશન ગાર્ડીયન્સ ઓફ ધ વોલ' શરુ કર્યું. 11 દિવસના યુદ્ધને 'પ્રથમ એઆઇ યુદ્ધ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ટુલ્સમાંથી લેવામાં આવેલા ડેટાનો ઉપયોગ ગાઝામાં લક્ષ્યોને હિટ કરવા માટે કરવામાં આવ્યો હતો.

'ગોસ્પેલ' જેવી પ્રણાલીઓનો ઉપયોગ ઉચ્ચ ઝડપે લક્ષ્યોને ટાર્ગેટ માટે સ્વચાલિત સાધનોનો ઉપયોગ કરવા માટે થાય છે. સચોટ અને ઉચ્ચ-ગુન્વત્તાવાળી ઇન્ટેલીઝન્સ સિસ્ટમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

'ગોસ્પેલ' આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ અને અપડેટેડ ઈન્ટેલીજન્સના રેપીડ ઓટોમેટેડ એક્સટ્રેક્શનથી રિસર્ચર માટે એક રીકોમેન્ડેશન તૈયાર કરે છે. તેનું કામ સિસ્ટમના રીકોમેન્ડેશન અને કોઈ વ્યક્તિની કરવામાં આવેલ ઓળખની ખાતરી કરવાની છે. જેથી તે ખાનગી જાણકારીની ખાતરી અને કાર્યવાહીમાં મદદરૂપ રહે છે.

2021ના સંઘર્ષમાં માનવ બુદ્ધી, વિઝ્યુઅલ ઈન્ટેલીજન્સ અને સિગ્નલ ઈન્ટેલીજન્સમાંથી ડેટા લેવામાં આવ્યો હતો. ચોક્કસ હુમલાઓ કરવા માટે ડેટા સિસ્ટમમાં આપવામાં આવે છે. સેટેલાઈટમાંથી મેળવેલ ડેટા, ગ્રાઉન્ડ ઈન્ટેલીજન્સ માહિતી અને સર્વલન્સ તમામ સિસ્ટમમાં ઇન્સ્ટોલ હોય છે અને તે આ હુમલાને સચોટ બનાવે છે.

ટેક્નોલોજી દ્વારા 12,000થી વધુ ટાર્ગેટ હીટ કરાયા

ઇઝરાયેલ ડીફેન્સ ફોર્સે 2 નવેમ્બરના તેના લેખમાં દાવો કર્યો હતો કે 27 દિવસના યુદ્ધમાં 12,000થી વધુ ટાર્ગેટ હીટ કરાયા હતા. એટલે કે એક દિવસમાં લગભગ 444 ટાર્ગેટને હીટ કરવામાં આવ્યા. લક્ષ્યાંકમાં વધારો એઆઇ પાસેથી મળેલા ડેટાને કારણે થયો છે. અગાઉ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અને મેટ્રીક્સ ડીફેન્સે ઓટોમેટેડ ટાર્ગેટ ડીટેક્શન સિસ્ટમ વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રાફેલ એડવાન્સ ડીફેન્સ સિસ્ટમ મસાલા બોમ્બ અને સર્વલન્સ માટે ઉપયોગમાં લેવાતી અન્ય તકનીકોમાં AIનો સમાવેશ થાય છે.

AIની મદદથી હુમલાખોરોનો ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે, 'બ્લુમબર્ગ'એ તેના એક રીપોર્ટમાં કહ્યું છે કે ફાયર ફેક્ટરી દારૂગોળાના ભારની ગણતરી કરી શકે છે. એક અહેવાલ અનુસાર, લક્ષ્ય વિભાગે IDFને 30,000થી 40,000 શંકાસ્પદ હુમલાખોરોનો ડેટાબેઝ બનવવામાં મદદ કરી છે. તેમને નિશાન બનવવામાં આવ્યા હતા. IDFના વડા તરીકે ફરજ બજાવતા અવિવ કોચાવીએ જણાવ્યું હતું કે, ટાર્ગેટ ડીવીઝન  AI ક્ષમતાઓથી સજ્જ છે. આમાં સેંકડો અધિકારીઓ અને સૈનિકો સામેલ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો